Petrol Diesel Price Today: અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણનો ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણનો ભાવ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 7:34 AM

સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ ડીઝલના નવા દરો(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે સરકારની જાહેરાત બાદથી ઈંધણની કિંમત સ્થિર છે. દિવાળીના એક દિવસ પહેલા સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ગુજરાત સહીત સરકારો એ પણ ઇંધણ સસ્તું કર્યું હતું.

આ ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાને કારણે આવ્યો છે. ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરે કિંમતોમાં ઘટાડો કર્યો છે. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશના આ વિસ્તારમાં ઈંધણના ભાવ જાણી તમે આશ્ચર્યમાં પડશો તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવું શહેર છે જ્યાં શ્રી ગંગાનગરની સરખામણીમાં પેટ્રોલ 33.38 રૂપિયા અને ડીઝલ 23.40 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.  આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેર દેશમાં સૌથી સસ્તું તેલ મળે છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા છે જે શ્રી ગંગાનગર કરતા 33.38 રૂપિયા ઓછી છે. તે જ સમયે અહીં એક લીટર ડીઝલ માત્ર 77.13 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  Gold ETF: ફેસ્ટિવલ અને મેરેજ સિઝનના કારણે સોનાની માંગમાં ઉછાળો, ઓક્ટોબરમાં GOLD ETFમાં 303 કરોડનું રોકાણ થયું

આ પણ વાંચો : ડોલરનું મૂલ્ય 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, જાણો દેશના સામાન્ય માણસ ઉપર શું પડશે અસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">