Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ કહ્યું, "અમે હડતાળના આ કોલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે બેંકિંગ ક્ષેત્રની માંગણીઓને સંબોધવા માટે હડતાળમાં જોડાઈ રહ્યા છીએ."

Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું
Bank strike on 27 June
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 7:19 AM

Bank Strike in March 2022: આજે 28 અને આવતીકાલે 29 માર્ચના રોજ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળ(Bank Strike)બેંકોના કામકાજને અસર કરી શકે છે. બેંક કર્મચારી યુનિયનના એક વર્ગે સોમવાર અને મંગળવારે હડતાળને સમર્થન આપ્યું છે. કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને વિવિધ ક્ષેત્રોના સ્વતંત્ર ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે સરકારની જનવિરોધી આર્થિક નીતિઓ અને શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં બે દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં શ્રમ સંહિતા નાબૂદ કરવી, કોઈપણ પ્રકારનું ખાનગીકરણ બંધ કરવું, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP) નાબૂદ કરવું, મનરેગા હેઠળ વેતનની ફાળવણીમાં વધારો કરવો અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાનો સમાવેશ થાય છે.

જાણો AIBEAએ શું કહ્યું

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ કહ્યું, “અમે હડતાળના આ કોલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે બેંકિંગ ક્ષેત્રની માંગણીઓને સંબોધવા માટે હડતાળમાં જોડાઈ રહ્યા છીએ.”

સરકાર બેંકોનું ખાનગીકરણ બંધ કરે તેવી માંગ

AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે બેંક યુનિયનની માંગ છે કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ બંધ કરે અને તેમને મજબૂત કરે. આ ઉપરાંત અમે માંગ કરીએ છીએ કે દેવાની વસૂલાત ઝડપી કરવામાં આવે, બેંક થાપણો પર વ્યાજ વધારવામાં આવે, સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે

જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જણાવ્યું છે કે હડતાલની તેની સેવાઓ પર મર્યાદિત અસર પડી શકે છે. SBIએ કહ્યું કે તેણે તેની તમામ શાખાઓ અને ઓફિસોમાં સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.

28 અને 29 માર્ચે હડતાળ ચાલુ રહેશે

પંજાબ નેશનલ બેંક (PNB) એ જણાવ્યું છે કે AIBEA, બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) એ 28 અને 29 માર્ચે હડતાળની સૂચના આપી છે. બેંગલુરુમાં મુખ્યમથક ધરાવતી કેનેરા બેંકે પણ કહ્યું છે. હડતાલને કારણે સામાન્ય બેંકિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો : FPI : આ વર્ષે FPI એ ભારતીય બજારમાંથી 1.14 લાખ કરોડઉપાડ્યા, સતત 6 મહિનાથી વેચાણ કરી રહ્યા છે

આ પણ વાંચો : ગૌતમ અદાણીની કંપની ઈ-વ્હીકલ ચાર્જિંગના ક્ષેત્રમાં પ્રવેશવાની કરી રહી છે તૈયારી, દેશભરમાં 1,500 સ્ટેશન સ્થાપવાની યોજના

g clip-path="url(#clip0_868_265)">