AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો રાજ્યના 4 મહાનગરોમાં શું છે આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 102.50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 96.76 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો રાજ્યના 4 મહાનગરોમાં શું છે આજે 1 લીટર પેટ્રોલ - ડીઝલની કિંમત
Petrol-Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:13 AM
Share

Petrol-Diesel Price Hike Today : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેકાબૂ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel) આજે ફરી એકવાર મોંઘુ થયું (Price Hike)છે. દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 2 એપ્રિલ શનિવારના રોજ ફરીથી તેલના ભાવમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.61 રૂપિયા અને ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 117.57 રૂપિયા અને ડીઝલ 101.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

12 દિવસમાં તેલના ભાવમાં 10 વખત વધારો કરવામાં આવ્યો છે

દેશભરમાં 4 નવેમ્બર 2021થી તેલની કિંમતો સ્થિર હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 22 માર્ચથી તેલના ભાવ વધવા લાગ્યા હતા. 22 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં 12 દિવસમાં તેલના ભાવમાં 10 વખત વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે એટલે કે 1લી એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા 12 દિવસમાં રાજધાની દિલ્હીમાં તેલના ભાવમાં પ્રતિ લીટર 7.20 રૂપિયાનો વધારો થયો છે. 21 માર્ચ સુધી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી જે આજે વધીને 102.61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

ઓઈલ કંપનીઓને હજારો કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન તેલની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત ઝડપથી વધી રહી હતી. જેના કારણે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને હજારો કરોડનું નુકસાન થયું છે. તેથી કંપનીઓએ હવે તેલની કિંમતમાં વધારો કરીને તેમના નુકસાનની ભરપાઈ કરવાનું શરૂ કર્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 102.61 અને ડીઝલ રૂ. 93.87 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 117.57 અને ડીઝલ રૂ. 101.79 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 108.21 અને ડીઝલ રૂ. 98.28 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 112.19 અને ડીઝલ રૂ. 97.02 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 102.50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 96.76 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 102.29 96.54
Rajkot 102.06 96.33
Surat 102.17 96.45
Vadodara 102.40 96.66

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : SBI ATMમાંથી પૈસા ઉપાડવા માટે કરવું પડશે આ કામ! બેંકે ટ્વિટ કરીને આપી જાણકારી

આ પણ વાંચો :  આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ, એલોન મસ્ક અને જેફ બેઝોસને પાછળ ધકેલી સૌથી વધુ સંપત્તિ ઉમેરી

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">