AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ATMમાંથી પૈસા ઉપાડવા માટે કરવું પડશે આ કામ! બેંકે ટ્વિટ કરીને આપી જાણકારી

આ છેતરપિંડીની ઘટનાઓને રોકવા અને વેરિફિકેશન કરવા માટે હવે SBIએ OTP આધારિત વ્યવહારો શરૂ કર્યા છે. બેંકે આ નવી સુવિધા જાન્યુઆરી 2022ના મહિનાથી જ શરૂ કરી છે. હવે જ્યારે પણ તમે SBI ATMમાંથી રોકડ ઉપાડવા જશો તો સૌથી પહેલા તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

SBI ATMમાંથી પૈસા ઉપાડવા માટે કરવું પડશે આ કામ! બેંકે ટ્વિટ કરીને આપી જાણકારી
SBI ATM થી પૈસા ઉપાડવા વધુ સુરક્ષિત બન્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:17 AM
Share

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India)ના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. જો તમે SBI ATMમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો તો તમે OTP દાખલ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં. બેંકે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંક છેતરપિંડીના ઘણા મામલા સામે આવ્યા છે. SBI ખાતાધારકોને ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP નાખવો જરૂરી બની જશે. OTP વગર તમે ડેબિટ કાર્ડ દ્વારા ATMમાંથી પૈસા નહીં ઉપાડી શકો.

SBI ATM રોકડ ઉપાડનો નિયમ

આ છેતરપિંડીની ઘટનાઓને રોકવા અને વેરિફિકેશન કરવા માટે હવે SBIએ OTP આધારિત વ્યવહારો શરૂ કર્યા છે. બેંકે આ નવી સુવિધા જાન્યુઆરી 2022ના મહિનાથી જ શરૂ કરી છે. હવે જ્યારે પણ તમે SBI ATMમાંથી રોકડ ઉપાડવા જશો તો સૌથી પહેલા તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તમારે આ OTP દાખલ કરવો પડશે. આ પછી હવે ગ્રાહક રોકડ ઉપાડી શકશે. 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ થશે.

બેંકે ટ્વીટ કરીને માહિતી આપી છે

SBIએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ મામલે માહિતી આપી છે કે OTP આધારિત રોકડ ઉપાડ સિસ્ટમ બેંકિંગ ફ્રોડ કરનારા લોકો સામે વેક્સીન તરીકે કામ કરશે. બેંકની પ્રથમ પ્રાથમિકતા ગ્રાહકોના પૈસાની સુરક્ષા કરવાની છે.

OTP આધારિત કેશ વિડ્રોલ સિસ્ટમ

  • જો તમે SBI ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુની રોકડ ઉપાડી રહ્યા છો તો તેના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • આ પછી ગ્રાહકે 4 નંબરનો OTP નાખવો પડશે.
  • આ પછી ગ્રાહક રોકડ ઉપાડી શકશે.

આ પણ વાંચો : ITR Filing: આવકવેરા વિભાગે FY 2022-23 માટે એક નવું ફોર્મ જાહેર કર્યું, જાણો કયું ફોર્મ તમારા માટે છે અને કયું નથી

આ પણ વાંચો : MONEY9: જૂનમાં રાજ્યોને મળતું GST કમ્પન્સેશન થશે બંધ, જાણો તમને શું થશે અસર?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">