Petrol Diesel Price Today : ફરી ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર

|

Mar 18, 2022 | 9:48 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ફરી ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : આજે શુક્રવાર 18 માર્ચ 2022 ના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel)ની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ સતત 134મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાર મહિનાથી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત (Crude Oil Price in International Market) ફરી વધવા લાગી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 108.52 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTI પ્રતિ બેરલ 105 ડોલરને પાર કરી ગયો છે. બીજી તરફ ભારતમાં કાચા તેલની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આજે દેશના ચાર મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો છે.ક્રૂડ ઓઈલની વધતી કિંમતોએ ભારત સહિત વિશ્વના ઘણા દેશો માટે ચિંતા વધારી છે. ક્રૂડ ઓઈલની ઉંચી કિંમતોને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪ મહિનાથી કોઈ ફેરફાર થયો નથી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ થઈ રહી છે ત્યારે બીજી તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ઓઈલ કંપનીઓએ દેશભરમાં ઈંધણની નવી કિંમતો જાહેર કરી છે. આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયાને ૪ મહિના વીતી ગયા છે.

મોંઘા ક્રૂડ ઓઇલની સામાન્ય જનતા પર હજુ કોઈ અસર નથી

દેશભરમાં ઈંધણના ભાવ ઘણા દિવસથી સ્થિર છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધ -ઘટ થઈ રહી છે. એક તરફ ક્રૂડ ઓઈલના ઉંચા ભાવોએ સરકારોને ચિંતામાં મૂકી છે તો બીજી તરફ મોંઘા ક્રૂડ ઓઈલની દેશના સામાન્ય નાગરિક પર કોઈ અસર થઈ રહી નથી. દિલ્હી અને મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરો અને જિલ્લાઓમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલ જૂના ભાવે વેચાઈ રહ્યું છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં સ્થાન પામવા છતાં મુકેશ અંબાણી – ગૌતમ અદાણી કરતા આ બાબતે પાછળ પડયા

આ પણ વાંચો :  GOLD : તમે ઊંચી કિંમતે ખરીદેલું સોનુ શુદ્ધ છે કે નહિ કેવી રીતે ખાતરી કરશો? જાણો આ રીત દ્વારા

Next Article