Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 92 ડોલર નજીક પહોંચ્યા, જાણો આજે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતની શું છે સ્થિતિ

|

Feb 04, 2022 | 9:09 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 92 ડોલર નજીક પહોંચ્યા, જાણો આજે દેશમાં પેટ્રોલ - ડીઝલની કિંમતની શું છે સ્થિતિ
ક્રુડનો ભાવ વધી રહ્યો છે

Follow us on

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. શુક્રવાર 4 ફેબ્રુઆરીએ ક્રૂડ ઓઈલના ભાવ 91 ડૉલરથી ઉપર વધીને 92 ડૉલરની નજીક પહોંચી ગયા હતા.જો કે ગુરુવારે જ ક્રૂડ ઑઈલના ભાવ ઘટીને 89 ડૉલર થઈ ગયા હતા.આ દરમિયાન દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા ઈંધણના ભાવમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આજે પણ પેટ્રોલ અને ડીઝલ આખા દેશમાં જૂના દરે વેચવામાં આવશે.

સમગ્ર દેશમાં ઈંધણના ભાવ 93 દિવસથી સ્થિર

છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે 4 ફેબ્રુઆરીએ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 93 દિવસથી વધારો થયો નથી. આનો શાબ્દિક અર્થ એ થયો કે જે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજેરોજ વધઘટ થાય છે ત્યાં ઈંધણના ભાવ છેલ્લા 93 દિવસથી સ્થિર છે. દેશના તમામ મોટા શહેરોમાં જેમ કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલ જૂના ભાવે વેચાઈ રહ્યું છે.

આજે ક્રૂડ ઓઈલના નવા ભાવ શું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. oilprice.com અનુસાર, 4 ફેબ્રુઆરીએ ક્રૂડ ઓઈલની કિંમત 91 ડોલરની ઉપર પહોંચી ગઈ છે જ્યારે એક દિવસ પહેલા એટલે કે 3 ફેબ્રુઆરીએ તેની કિંમત 89 ડોલરની આસપાસ આવી ગઈ હતી. WTI ક્રૂડ 0.72 ટકા વધીને 90.92 ડોલર પર પહોંચી ગયો હતો. 4 ફેબ્રુઆરીએ બ્રેન્ટ ક્રૂડના ભાવ પણ 0.53 ટકા વધીને 91.59 ડોલર પર પહોંચી ગયા છે.

 

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  Cash Limit for Home: ઘરમાં કેશ રાખવા અંગે કોઈ જ મર્યાદા નથી પરંતુ આ બે બાબતે સ્પષ્ટ રહેવું જરૂરી , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : LIC વિશ્વની 10મી સૌથી કિંમતી વીમા બ્રાન્ડ, 8.65 બિલિયન ડોલર વેલ્યુએશન સાથે યાદીમાં દેશની એકમાત્ર કંપની

Next Article