Petrol – Diesel Price : સતત બીજા દિવસે ઘટયા ભાવ, જાણો તમારા શહેરમાં ક્યા ભાવે થઇ રહ્યું છે વેચાણ
સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ( Petrol - Diesel Price) માં સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 20 અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું છે.
સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ( Petrol – Diesel Price) માં સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 20 અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયું છે. આ ઘટાડા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.78 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત વધીને 81.10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂપિયા 97.19 અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.20 રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તુ થયું છે.
ફેબ્રુઆરીમાં વધ્યા હતા ભાવ ગયા મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે 4 થી 5 રૂપિયાનો વધારો કર્યો હતો. 26 ફેબ્રુઆરી પછી ક્રૂડના ભાવમાં 8 ડોલરથી વધુનો વધારો થયો હતો.
(સોર્સ :- ગુડ રીટર્નસ)
કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.