Petrol Diesel Price: આકાશને આંબતી કિંમત છતાં, પેટ્રોલ-ડીઝલની માગ પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી

દેશની અગ્રણી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC ) ના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યએ મંગળવારે કહ્યું હતું કે ભારતમાં ઇંધણની માંગ(Fuel Demand) પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે.

Petrol Diesel Price: આકાશને આંબતી કિંમત છતાં, પેટ્રોલ-ડીઝલની માગ પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 25, 2021 | 11:17 AM

દેશની અગ્રણી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC ) ના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યએ મંગળવારે કહ્યું હતું કે ભારતમાં ઇંધણની માંગ(Fuel Demand) પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે. અર્થવ્યવસ્થામાં તેજી સાથે નજીકના ભવિષ્યમાં વપરાશમાં વધારો થવાની ધારણા છે. ગયા વર્ષે એપ્રિલમાં કોરોના વાયરસના રોગચાળા અને તેના નિવારણ માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે બળતણ વેચાણમાં 45.8 ટકાનો ઘટાડો થયો હતો. લોકડાઉન પ્રતિબંધોમાં છૂટ સાથે માંગ ફરીથી પાટા પર આવવા લાગી છે . પેટ્રોલ અને હવે ડીઝલની માંગમાં વૃદ્ધિ પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે.

વૈદ્યે કહ્યું હતું કે, “એટીએફ (aircraft fuel) સિવાય અન્ય ઇંધણની માંગ સામાન્ય સ્તર પર આવી ગઈ છે … અમે પાટા પર પાછા ફર્યા છે.” જ્યારે કેટલાક મહિના પહેલા પેટ્રોલનું વેચાણ કોવિડ પૂર્વના સ્તરે પહોંચ્યું હતું, જ્યારે માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં ડીઝલ વર્ષે 7.4 ટકા વધ્યું હતું.

લોકડાઉનમાં પણ LPGના વેચાણમાં પણ વધારો થયો લોકડાઉન દરમિયાન એલપીજી (LPG) ના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. એરલાઇન તમામ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી નથી તેથી ATFનું વેચાણ સામાન્ય કરતા ઓછું રહે છે. તેમણે કહ્યું, “એટીએફનું વેચાણ સામાન્ય સ્તરે પાછા આવવામાં ત્રણ-ચાર મહિનાનો સમય લાગી શકે છે.” રસીકરણ થી અમે અપેક્ષા રાખીએ છીએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશમાં હાલ કેટલું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ છે માર્ચના પહેલા પખવાડિયામાં ડીઝલનું વેચાણ વધીને 28.4 લાખ ટન જ્યારે પેટ્રોલની માંગ 5.3 ટકા વધીને 10.5 લાખ ટન થઈ છે. વાર્ષિક ધોરણે ઓક્ટોબર પછી પેટ્રોલમાં આ પહેલો વધારો છે. માર્ચના પહેલા પખવાડિયામાં એટીએફનું વેચાણ વાર્ષિક ધોરણે 36.5 ટકા ઓછું હતું. લોકડાઉન થયા બાદ તે 80 ટકા નીચે હતો. 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં બે ક્વાર્ટરના ઘટાડા પછી ભારતના અર્થતંત્રમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. વાસ્તવિક જીડીપી (GDP) માં 0.4 ટકાનો વૃદ્ધિ નોંધાઈ છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">