Personal Loan vs Overdraft : પર્સનલ લોન અને ઓવરડ્રાફ્ટ સુવિધા પૈકી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? નક્કી કરો અહેવાલના માધ્યમથી
Personal Loan vs Overdraft : મુશ્કેલ સમય કોઈની પણ સામે આવી શકે છેપણ જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય છે ત્યારે લોકો ઉધાર પૈસાની વ્યવસ્થા કરે છે અથવા વિકલ્પ તરીકે વ્યક્તિગત લોન(Personal Loan) તરફ અપેક્ષા રાખે છે. આ પરિસ્થિતિઓમાં પર્સનલ લોન(Personal Loan)ની સાથે ઓવરડ્રાફ્ટ(Overdraft)સુવિધા પણ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

Personal Loan vs Overdraft : મુશ્કેલ સમય કોઈની પણ સામે આવી શકે છેપણ જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય છે ત્યારે લોકો ઉધાર પૈસાની વ્યવસ્થા કરે છે અથવા વિકલ્પ તરીકે વ્યક્તિગત લોન(Personal Loan) તરફ અપેક્ષા રાખે છે. આ પરિસ્થિતિઓમાં પર્સનલ લોન(Personal Loan)ની સાથે ઓવરડ્રાફ્ટ(Overdraft)સુવિધા પણ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
મોટાભાગના લોકો ક્યાં આ વિશે જાગૃત નથી અથવા ફાયદા અને ગેરફાયદાઓ વિશે યોગ્ય રીતે જાણતા નથી. ચાલો તમને જણાવીએ ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે? મુશ્કેલ સમયમાં પર્સનલ લોન અને ઓવરડ્રાફ્ટ સુવિધા વચ્ચેનો કયો વિકલ્પ તમારા માટે વધુ સારો હોઈ શકે છે?
ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે?
ઓવરડ્રાફ્ટ સુવિધા એ લોનનો એક પ્રકાર છે. મોટાભાગની બેંકો કરંટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર આ સુવિધા આપે છે. જે બેંકમાં તમારું ખાતું છે તેમાં જ તમે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકો છો. આ માટે તમારે મંજૂરી લેવી પડશે. જો તમને ઓવરડ્રાફ્ટ સુવિધા માટે બેંક તરફથી મંજૂરી મળે છે, તો તમે તમારા ખાતામાંથી વર્તમાન બેલેન્સ કરતાં વધુ પૈસા ઉપાડી શકો છો. તમે ખાતામાંથી જે રકમ ઉપાડો છો તે ચોક્કસ સમયગાળામાં ચૂકવવાની હોય છે અને તેના પર વ્યાજ પણ વસૂલવામાં આવે છે. વ્યાજની ગણતરી દૈનિક ધોરણે કરવામાં આવે છે.
Personal Loan vs Overdraft
લોકોને પર્સનલ લોન સરળ લાગે છે કારણ કે તે સરળતાથી ઉપલબ્ધ છે. તમારે પસર્નલ લોન માટે કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી કારણ કે તે એક અસુરક્ષિત લોન છે. પર્સનલ લોનમાં તમારે ખૂબ જ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. તમે ઉધાર લીધેલી સંપૂર્ણ રકમ ખર્ચ કરો કે નહીં તમારે તે સંપૂર્ણ રકમ પર વ્યાજ ચૂકવવું પડશે.
આ સિવાય પર્સનલ લોન લેતી વખતે પ્રોસેસિંગ ફી વગેરે ચૂકવવી પડે છે. તમે તેને નિર્દિષ્ટ સમય પહેલા બંધ કરી શકતા નથી. જો તમે આ કરો છો, તો તમારે તેના માટે પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય જો તમે ઘણી વખત પર્સનલ લોન લીધી હોય તો તમારો ક્રેડિટ સ્કોર પણ તેનાથી પ્રભાવિત થાય છે.
ઓવરડ્રાફ્ટમાં આ સમસ્યા નથી. તમારે ઓવરડ્રાફ્ટ માટે બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી સંપૂર્ણ રકમ પર વ્યાજ ચૂકવવાની જરૂર નથી. તમારે તમારા ખાતામાંથી ઉપાડેલી રકમ પર જ વ્યાજ ચૂકવવું પડશે. ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ ઉપલબ્ધ રકમની મર્યાદા શું હશે? તે બેંકો અને NBFC નક્કી કરે છે. આ સિવાય તમારી પાસે જે સમયગાળા માટે રકમ છે તે સમયગાળા માટે જ વ્યાજ લેવામાં આવે છે.