EPF ક્લેમ ફોર્મ 10C, 10D, 19 અને 31 વચ્ચે શું તફાવત છે? જાણો કયા ફોર્મનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ
વર્ષ-દર વર્ષે યોગદાન દ્વારા કર્મચારીની નોંધપાત્ર રકમ EPF ખાતામાં જમા થાય છે. જો જરૂર હોય તો કર્મચારીઓ તેમના EPF ખાતામાંથી આંશિક અથવા સંપૂર્ણ રકમ પણ ઉપાડી શકે છે.જો કે, 10 વર્ષની સેવા પૂરી કર્યા પછી 58 વર્ષની ઉંમરે પેન્શનનો લાભ આપવામાં આવે છે.
પગારદાર લોકોના બેઝિક પગાર અને DAના 12 ટકા EPF ખાતામાં જમા થાય છે અને તેટલું જ યોગદાન એમ્પ્લોયર દ્વારા પણ કરવામાં આવે છે જેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એમ્પ્લોયર દ્વારા જમા કરાયેલી રકમમાંથી 8.33% એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે અને બાકીની 3.67% PF ખાતામાં જાય છે. હાલમાં EPF પર 8.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. વર્ષ-દર વર્ષે યોગદાન દ્વારા કર્મચારીની નોંધપાત્ર રકમ EPF ખાતામાં જમા થાય છે. જો જરૂર હોય તો કર્મચારીઓ તેમના EPF ખાતામાંથી આંશિક અથવા સંપૂર્ણ રકમ પણ ઉપાડી શકે છે.
જો કે, 10 વર્ષની સેવા પૂરી કર્યા પછી 58 વર્ષની ઉંમરે પેન્શનનો લાભ આપવામાં આવે છે. જો 10 વર્ષની સેવા પૂરી ન થઈ હોય તો ફાઇનલ સ્ટેલમેન્ટ વખતે EPFની સાથે EPS ના પૈસા પણ ઉપાડી શકાય છે. પરંતુ આ તમામ પ્રકારના ભંડોળ ઉપાડવા માટે વિવિધ ફોર્મની જરૂર પડે છે.
ફોર્મ 31
જ્યારે તમે નોકરી દરમિયાન પૈસા સંબંધિત જરૂરિયાતને પહોંચી વળવા માટે તમારા પીએફ બેલેન્સનો અમુક ભાગ અથવા એડવાન્સ પીએફ ઉપાડો છો, તો તમારે ફોર્મ 31 ની જરૂર પડશે. તેને EPF ક્લેમ ફોર્મ 31 પણ કહેવામાં આવે છે.
ફોર્મ 19
EPFOના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ સતત બે મહિના સુધી બેરોજગાર રહીને અથવા નિવૃત્તિ પછી તેના EPF ફંડના સંપૂર્ણ પૈસા ઉપાડી શકે છે. જ્યારે તમારે આખું EPF ફંડ ઉપાડવું હોય ત્યારે તમે PF ઉપાડ ફોર્મ 19 નો ઉપયોગ કરવાનો રહેશે
ફોર્મ 10D
EPFOના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ 10 વર્ષ સુધી સતત કામ કરીને EPF પેન્શન એકાઉન્ટ એટલે કે (EPS)માં યોગદાન આપે છે. તો તે પેન્શન મેળવવાનો હકદાર બને છે અને નિવૃત્તિ પછી તેને આ પેન્શન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં નિવૃત્તિ પછી પેન્શનનો લાભ મેળવવા માટે તેણે ફોર્મ 10D ભરવું પડશે.
ફોર્મ 10C
જો કર્મચારીની નોકરીનો સમયગાળો 10 વર્ષનો ન હોય અને તે તેના EPFની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી શકે છે. આ કિસ્સામાં, તેણે ફોર્મ 10C ભરવું પડશે. આ સિવાય તમે આ ફોર્મનો ઉપયોગ પેન્શન યોજનાનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ કરી શકો છો. આ સર્ટિફિકેટ દ્વારા તમે તમારું PF બેલેન્સ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવી શકો છો.