Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક

Paytm એ સેબીને સુપરત કરેલા ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માં જણાવ્યું હતું કે તે 16,600 કરોડ એકત્ર કરશે પરંતુ આ દરમિયાન આઈપીઓ પહેલા 2,000 કરોડ એકત્ર કરવાની તેમની યોજના છે.

Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક
Paytm IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:10 AM

SEBI (Securities and Exchange Board of India) એ Paytm ને 16,600 કરોડ રૂપિયાનો IPO (Initial Public Offering) લાવવાની મંજૂરી આપી છે. જોકે Paytm તેના IPOનું કદ વધારી શકે છે. કંપની IPO દ્વારા 18,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. અગાઉ તેણે રૂ 16,600 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. કંપની આ વર્ષે નવેમ્બર મહિનામાં લિસ્ટિંગ કરી શકે છે.

DRHPમાં 16,600 કરોડ નો ઉલ્લેખ Paytm એ સેબીને સુપરત કરેલા ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માં જણાવ્યું હતું કે તે 16,600 કરોડ એકત્ર કરશે પરંતુ આ દરમિયાન આઈપીઓ પહેલા 2,000 કરોડ એકત્ર કરવાની તેમની યોજના છે. આ પ્રયાસ સામે અડચણ આવતી હોય તેમ લાગે છે કારણ કે પેટીએમ 20 અબજ ડોલરના મૂલ્ય પર આ 2,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગતુંહતું જ્યારે રોકાણકારો 15 અબજની વેલ્યુએશન પર રોકાણ કરવા માગે છે.

યોજનામાં વિક્ષેપ આવી રહ્યો છે અહેવાલો મળી રહ્યા છે કે Paytm હવે IPOનું કદ 1 થી 2 હજાર કરોડ રૂપિયા વધારી શકે છે. IPO માં Paytm એ રિટેલ રોકાણકારો માટે માત્ર 10% અનામત રાખ્યું છે. બાકીના 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 75% યોગ્ય સંસ્થાકીય (QIB) માટે અનામત છે. QIB ના 60% સુધી એન્કર રોકાણકારો માટે આરક્ષિત કરી શકે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

એન્કર રોકાણકારો એક દિવસ પહેલા રોકાણ કરે છે એન્કર રોકાણકારો IPO ખુલવાના એક દિવસ પહેલા રોકાણ કરે છે. જ્યારે બાકીના રોકાણકારો IPO ખુલ્યા બાદ રોકાણ કરે છે. એન્કર રોકાણકારોમાં વિદેશી રોકાણકારો (FII), મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંકો, કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. Paytm IPOમાં જે કદ વધારવા માંગે છે તે ઑફર ફોર સેલ (OFS) અને પ્રાથમિક શેરનો ભાગ હશે. OFS એટલે કે જેઓ પહેલાથી જ કંપનીમાં રોકાણ કરી રહ્યા છે તેઓ અથવા પ્રમોટર વધુ શેર વેચી શકે છે.

કોને કેટલો લાભ થશે ? એલિવેશન કેપિટલે રૂ. 78 ના ભાવે 42 લાખ શેર ખરીદ્યા છે. તેને 49 ગણો લાભ મળી શકે છે. સૈફ પાર્ટનર્સ ઇન્ડિયાએ 3.96 કરોડ શેર 306 રૂપિયામાં ખરીદ્યા છે. તેનો અર્થ એ છે કે તેને 12.40 ગણો લાભ મળશે. ચીનના અલીબાબા ગ્રુપે 583 રૂપિયાના ભાવે 4.42 કરોડ શેર ખરીદ્યા છે. તેને IPO માં 6 ગણાથી વધુ લાભ મળશે.

આ પણ વાંચો :  ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

આ પણ વાંચો : ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">