Paytm IPO: દેશના સૌથી મોટા IPO નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થશે, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન

બજારના નિષ્ણાતોના મતે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે.

Paytm IPO: દેશના સૌથી મોટા IPO નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થશે, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન
Paytm IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:26 AM

Paytm IPOની જાહેરાત બાદ બજારના નિષ્ણાતોની નજર શેર લિસ્ટિંગની તારીખ પર છે. શેર્સ આજે લિસ્ટ  થશે. જો કે, કેટલાક બજાર નિષ્ણાતો ગ્રે માર્કેટ પર પણ નજર રાખી રહ્યા છે. બજારના જાણકારોના મતે ગ્રે માર્કેટમાં Paytmના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. કેટલાક નિષ્ણાતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એ સંકેત આપે છે કે પબ્લિક ઈસ્યુના લિસ્ટિંગથી કેટલો નફો અપેક્ષિત છે.

બજારના નિષ્ણાતોના મતે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. તેમનું કહેવું છે કે Paytm IPOના GMPમાં છેલ્લામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તે રૂ. 150થી ઘટીને રૂ. 30ના સ્તરે આવી ગયો છે. મંગળવારે ગ્રે માર્કેટમાં Paytm IPOની કિંમત શૂન્ય હતી.

ગ્રે માર્કેટમાં Paytm શેરના ભાવમાં ઘટાડો બજાર નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રે માર્કેટમાં પેટીએમના શેરના ભાવમાં ઘટાડો ચિંતાનો વિષય છે, કારણ કે તે સૂચવે છે કે પેટીએમના શેર નીચા ભાવ સાથે લિસ્ટ થઈ શકે છે. જોકે, તેમનું કહેવું છે કે સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી પણ આજે પેટીએમના શેરમાં ઘટાડો અને નેગેટિવ ઝોનમાં પહોંચવાનું કારણ બની શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બજારના નિષ્ણાતો કહે છે કે પબ્લિક ઈસ્યુનો GMP એ કંપનીના સ્ટોક લિસ્ટિંગ સાથે સંબંધિત સંકેત છે. Paytm IPO ની GMP આજે માઇનસ રૂ. 30 હોવાથી, તેનો અર્થ એ છે કે ગ્રે માર્કેટ પેટીએમ શેર રૂ. 2120 (₹ 2150 – ₹ 30) ના ભાવ બેન્ડ માટે રૂ. 2080 થી રૂ. 2150 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે.

GMP માં ઘટાડાના કારણો શું છે? પેટીએમના આઈપીઓના જીએમપીમાં ઘટાડાના કારણો અંગે બજારના નિષ્ણાતો માને છે કે પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. Paytm IPOના સબસ્ક્રિપ્શનના આંકડા અયોગ્ય લાગે છે. નિષ્ણાતોના મતે, ઊંચા મૂલ્યાંકન, મોટા ઇશ્યુ સાઈઝ, સતત નુકસાન અને પડકારજનક નફાના માર્જિન એવા પરિબળો હોઈ શકે છે જે રોકાણકારોને ચિંતિત કરે છે.

ડિજિટલ પેમેન્ટ અગ્રણી Paytmની પેરેન્ટ કંપની One 97 Communications નો IPO 7 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યો હતો. આ દ્વારા કંપનીની રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની યોજના હતી. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 2,080-2,150 રાખવામાં આવી હતી. કંપનીનો IPO 10 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. Paytmનું મૂલ્ય 16 અબજ ડોલર છે. કંપનીની શરૂઆત 2010 માં કરવામાં આવી હતી. તે ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીઓમાંની એક છે. One97 કોમ્યુનિકેશનના સ્થાપક અને CEO Paytm IPOમાં રૂ. 402 કરોડના શેરનું વેચાણ કરશે.

આ પણ વાંચો :  દેશમાં ભ્રષ્ટાચારમાં થયો ઘટાડો? જાણો ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબર પર છે

આ પણ વાંચો : Nykaa: ફાલ્ગુની નાયરે પોતાના દમ પર મેળવી મોટી સફળતા, રોકાણકારો શીખી શકે છે આ બાબતો

g clip-path="url(#clip0_868_265)">