પરમેનેન્ટ એકાઉન્ટ નંબર પાન કાર્ડ(PAN Card) કોઈ પણ નાણાકીય ટ્રાન્જેક્શન (Financial Transaction)માટેનો સૌથી મહત્વનો દસ્તાવેજ (Document) છે. જે દસ સંખ્યા ધરાવે છે. પાન કાર્ડમાં બે આલ્ફાબેટ અને આંકડા હોય છે. પ્રથમ પાંચ હંમેશા આલ્ફાબેટ હોય છે અને પછી 4 ડિજિટ અને છેલ્લે એક આલ્ફાબેટ હોય છે. હાલમાં પાન કાર્ડ સાથે જોડાયેલી છેતરપિંડી ઘણી વધી રહી છે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પાન કાર્ડથી થતા ફ્રોડથી કેવી રીતે બચશો?
તમારા પાન કાર્ડનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તેનો ઉપયોગ અનિવાર્ય હોય.
તમારી જન્મતારીખ તથા આખા નામને સાર્વજનિક રીતે અથવા તો અસુરક્ષિત લાગતા પોર્ટલ પર શેર ન કરો.
નામ અને જન્મતારીખની માહિતી દ્વારા ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર તમારા પાન નંબરને ટ્રેક કરવામાં ઉપયોગ થઈ શકે છે.
તમારા પાન કાર્ડની ફોટોકોપી રાખી લો. દસ્તાવેજ સબમિટ કરાવતી વખતે તમારા હસ્તાક્ષર સાથેની તારીખ લખો.
એ જગ્યાએ ખાસ ધ્યાન રાખો જ્યાં તમારા પાન કાર્ડની ફિઝિકલ કોપી જમા કરાવો છો.
નિયમિત રીતે તમારો ક્રેડિટ સ્કોર ચેક કરતા રહો.
તમારા મોબાઇલમાં પાન કાર્ડની ડિટેલ્સને સેવ કરી છે તો તેને ડિલીટ કરી નાંખો.
તમારા ફોન 26A ને નિયમિત રીતે ચેક કરો. જેના કારણે તમારા પાન કાર્ડ સાથે કોઈ શંકાસ્પદ ગતિવિધી ન થાય. તમારું રિટર્ન ફોર્મ 26 A તમારા પાન કાર્ડ દ્વારા કરવામાં આવેલા બધા જ નાંણાકીય ટ્રાન્જેક્શનને નોંધે છે.
પાન કાર્ડ સાથે કોઈ ફ્રોડ થયું છે કે નહીં તે કેવી રીતે ચકાસશો
કોઈ પણ વ્યક્તિ એ ચેક કરી શકે છે કે તેના નંબરનો સીધો ક્રેડિટ સ્કોર જનરેટ કરીને તેનો ખોટો ઉપોગ કરવામાં આવ્યો છે કે નહીં.
સિબિલ, Equifax, Experian કે CRIF ના હાઇ માર્ક દ્વારા એ જોઈ શકાય છે કે શું આ નામે લોન આપવામાં આવી છે.
તમે તમારા ફિનટેક પ્લેટફોર્મ જેવા કે પેટીએમ, બેંક બજાર પર જઇને તમારા નાણાકીય અહેવાલને ચેક કરી શકો છો.
આ ઉપરાંત યૂઝર પોતાની અંગત માહિતી જેવી કે નામ, જન્મતારીખ સાથે પાન કાર્ડની વિગતો નાખવાની હોય છે તેનાથી માહિતી મળે છે કે તેના પાન કાર્ડ પર કોઈ બીજાએ લોન લીધી છે કે નહીં.