હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાંથી મળશે મુક્તિ, પતંજલિની આ દવા લેવાનું કરો શરૂ, રિસર્ચમાં કરાયો દાવો
હવે કોલેસ્ટ્રોલ વધવાને કારણે ડરવાની અને દવાઓ શોધવાની જરૂર નથી. પતંજલિના રિસર્ચ બાદ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લેસાઈડને ઓછુ કરવા આયુર્વેદિક ફોર્મ્યુલા શોધી કાઢ્યો છે. કાવો અને ટેબલેટ, કેપસ્યુલ દ્વારા એક મહિનામાં કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં આવી શકે છે.

લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાથી ગંભીર નુકસાન થાય છે. તેનાથી હૃદયના ઘણા રોગો થાય છે અને હાર્ટ એટેકનું જોખમ પણ રહે છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે દર્દી તેની સારવાર શોધે છે, પરંતુ સતત દવાઓ લીધા પછી, લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, પરંતુ ધમનીઓમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ દૂર થતું નથી. આ માટે, તમે આયુર્વેદની મદદ લઈ શકો છો. સંશોધન પછી, પતંજલિએ દાવો કર્યો છે કે આયુર્વેદિક દવાઓ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડવામાં અસરકારક છે અને તેની કોઈ આડઅસર નથી.
પતંજલિ દ્વારા પાંચ દવાઓનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દવાઓ લોહીમાંથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડશે જ નહીં પરંતુ ધમનીઓમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને પણ દૂર કરશે. ડૉક્ટરની સલાહ મુજબ આ દવાઓ લેવાથી કોલેસ્ટ્રોલ સંબંધિત કોઈ રોગ થશે નહીં. એવો દાવો કરવામાં આવ્યો છે કે એક મહિના સુધી નિર્ધારિત પદ્ધતિ મુજબ લીધા પછી તેની અસર દેખાશે. દર્દીની સ્થિતિ અનુસાર, દવા લેવાનો સમય ઓછો કે વધુ પણ હોઈ શકે છે.
આ છે પતંજલિની આયુર્વેદિક દવાઓ
પતંજલિના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આયુર્વેદિક દવાઓ કોલેસ્ટ્રોલ અને તેને સંબંધિત રોગોને મટાડે છે. આ દવાઓમાં દિવ્ય સર્વકલ્પ ક્વાથ, દિવ્ય અર્જુન ક્વાથ, પતંજલિ સી બકથૉન કેપ્સ્યુલ, દિવ્ય લિપિડોમ ટેબ્લેટ, દિવ્ય લૌકી ઘનવટી ટેબ્લેટનો સમાવેશ થાય છે જે નિર્ધારિત પદ્ધતિ મુજબ એક મહિના સુધી લેવાની હોય છે. સંશોધનનો દાવો કરાયો છે કે આ દવાઓ નિયમિતપણે લેવામાં આવે તો કોલેસ્ટ્રોલની સમસ્યા મૂળમાંથી દૂર થઈ જશે. ન માત્ર લોહીમાંથી કોલેસ્ટ્રોલ ઓછું થશે પરંતુ ધમનીઓમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ પણ દૂર થઈ જશે. ત્યારબાદ હ્રદય સંબંધિત રોગોની શક્યતા લગભગ સમાપ્ત થઈ જશે.
જાણી લો દવા લેવાની રીત
સંશોધનમાં જણાવાયું છે કે દિવ્ય સર્વકલ્પ ક્વાથ અને દિવ્ય અર્જુન ક્વાથને એક-એક ચમચી ભેળવીને 400 મિલી પાણીમાં ઉકાળવાની છે અને જ્યારે પાણી 100 મિલી રહે ત્યારે તેને ઠંડુ કરીને ખાલી પેટ પીવું. આ સવારે અને સાંજે બંને સમયે ખાલી પેટે લેવું જોઈએ. આ સાથે, પતંજલિ સી બકથ્રોન કેપ્સ્યુલ સવારે અને સાંજે ભોજન પહેલાં હુંફાળા પાણી સાથે લેવી જોઈએ, દિવ્ય લિપિડોમ ટેબ્લેટ, દિવ્યા લૌકી ઘનવટી ટેબ્લેટ સવારે અને સાંજે ભોજન પછી હુંફાળા પાણી સાથે લેવી જોઈએ. સંશોધનમાં દાવો કરાયો છે કે આ આયુર્વેદિક ઉપચાર પ્રયોગો પછી સ્થાપિત થઈ છે અને તે ફાયદાકારક છે.
