શું તમે જાણો છો કે દેશમાં કેટલા લોકો આવકવેરો(Income Tax) ભરે છે? તો અમે તમને જણાવીએ કે 2020-21ના એસેસમેન્ટ યર એટલેકે નાણાકીય વર્ષ 2019-20 માં કુલ 8,13,22,263 લોકોએ આવકવેરો ભર્યો(Income Tax Payers) છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) સંસદમાં આ માહિતી આપી હતી. રાજ્યસભાના સાંસદ અનિલ દેસાઈ દ્વારા સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે 8,13,22,263 લોકોમાં વ્યક્તિગત, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), વ્યક્તિઓનું સંગઠન( Association of Persons), ફર્મ્સ( Firms), સ્થાનિક ઓથોરિટી, કૃત્રિમ આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન કે જેમણે આવકવેરો ચૂકવ્યો છે અને આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે આકારણી વર્ષ 2020-21 મુજબ દેશમાં કુલ 136,30,06,000ની વસ્તીમાંથી કુલ 8,22,83,407 કરદાતાઓ છે.
આ 8,22,83,407 કરદાતાઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે આવકવેરો અને કોર્પોરેટ ટેક્સ ચૂકવ્યો છે અને આકારણી વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે. ઉપરાંત એવા લોકો પણ છે જેમનો TDS કપાઈ ગયો છે પરંતુ કરદાતાએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી.
જ્યારે સરકારને પૂછવામાં આવ્યું કે શું આવા લોકોની ઓળખ કરવામાં આવી છે જેઓ ટેક્સના દાયરામાં આવે છે પરંતુ ટેક્સ ચૂકવ્યો નથી ત્યારે નાણામંત્રીએ કહ્યું કે સરકારે નોન-ફાઈલર્સ મોનિટરિંગ સિસ્ટમ (NMS) લાગુ કરી છે. આ સિસ્ટમ દ્વારા એવા લોકોની ઓળખ કરવામાં આવે છે જેમણે ઉચ્ચ મૂલ્યના વ્યવહારો કર્યા છે પરંતુ આવકવેરા રિટર્ન ભર્યા નથી. અત્યાર સુધી નોન ફાઇલર્સ મોનિટરિંગ સિસ્ટમ (NMS) ની 10 સાયકલ ચલાવવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વધુ લોકોને કરવેરા હેઠળ લાવવા માટે આવકવેરા વિભાગે આવક અને વ્યવહારોના આધારે પ્રોજેક્ટ ઇનસાઇટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ ઇનસાઇટ ત્રણ ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે પહેલું સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવું, બિન-અનુપાલનને અટકાવવું અને લોકોને કર ચૂકવવા માટે પ્રેરિત કરવું.
આ સિવાય ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે PAN નંબર આપવો ફરજિયાત છે. ઉપરાંત લોકો ITR ફાઇલ કરવા માટે આવકવેરા કાયદામાં એવા લોકો પાસેથી વધુ ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે કે જેમણે સતત બે વર્ષથી આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી અને જેમની પાસેથી 50,000 રૂપિયાથી વધુનો TDS લેવામાં આવ્યો છે.