AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund માં રોકાણ વધુ સુરક્ષિત બન્યું, SEBI એ યુનિટ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શિકા જાહેર કરી

સેબીએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2022 થી સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત ક્લિયરિંગ કોર્પોરેશનની તરફેણમાં બાકી રકમ જ સ્વીકારવામાં આવશે. આ રકમ માત્ર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની ખરીદી માટે હશે અને અન્ય કોઈ હેતુ માટે નહીં.

Mutual Fund માં રોકાણ વધુ સુરક્ષિત બન્યું, SEBI એ યુનિટ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શિકા જાહેર કરી
SEBI એ યુનિટ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શિકા જાહેર કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 9:55 AM
Share

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) એકમોના વ્યવહારો અંગે કેટલીક સ્પષ્ટતાઓ જારી કરી છે. આ સાથે રોકાણની રકમ રિડેમ્પશનના કિસ્સામાં વેરિફિકેશન અંગે પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આ સ્પષ્ટતા સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ (stock exchange platforms) પર મ્યુચ્યુઅલ ફંડ એકમોમાં થતા વ્યવહારોથી સંબંધિત છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ સહિત અન્ય સંસ્થાઓ માટે પણ છે. ઑક્ટોબર 2021માં જારી કરાયેલા પરિપત્ર મુજબ મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોના સંદર્ભમાં શેર બ્રોકર્સ અને ક્લિયરિંગ સભ્યો મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે તેમના પોતાના નામે જારી કરાયેલી પેમેન્ટ સ્વીકારશે નહીં. જો કે હવે નિયમનકારે કહ્યું છે કે સેબી દ્વારા માન્ય ક્લિયરિંગ કોર્પોરેશનના સભ્યોનું પેમેન્ટ સ્વીકારી શકે છે.

સેબીએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2022 થી સેબી દ્વારા માન્યતા પ્રાપ્ત ક્લિયરિંગ કોર્પોરેશનની તરફેણમાં બાકી રકમ જ સ્વીકારવામાં આવશે. આ રકમ માત્ર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની ખરીદી માટે હશે અને અન્ય કોઈ હેતુ માટે નહીં.

નિયમનકાર મુજબ મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી વર્તમાન પેમેન્ટ સિસ્ટમ ક્લિયરિંગ કોર્પોરેશનના શેર બ્રોકર/સભ્યોના નામે ચાલુ રહી શકે છે. જો કે આ માટે તે જરૂરી છે કે પેમેન્ટ સ્વીકારનારાઓ એવી સિસ્ટમ મૂકશે કે જેમાં લાભાર્થી એકમાત્ર માન્ય ખાતું હશે. આ ખાતું માત્ર ક્લિયરિંગ કોર્પોરેશનનું જ હશે.

ગડબડ ન થાય તે માટે સચોટ વ્યવસ્થા કરવામાં આવશે

સ્ટોક એક્સચેન્જો અને ક્લિયરિંગ કોર્પોરેશનો અન્ય બાબતોની સાથે ખાતરી કરશે કે પેમેન્ટ સ્વીકારનાર ગેરરીતિઓને રોકવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરે છે. તેમણે રોકાણકારોની ફરિયાદોના નિવારણ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ એકમોના વ્યવહારોના સંદર્ભમાં સમાન માર્ગદર્શિકા બહાર પાડી છે. શેરબજાર સિવાય તે ઓનલાઈન પ્લેટફોર્મ સહિત અન્ય સંસ્થાઓ માટે છે જે વ્યવહારોની સુવિધા આપે છે.

સ્વિંગ પ્રાઇસીંગ મિકેનિઝમ 1 મેથી લાગુ કરવામાં આવશે

SEBI 1 મેથી સ્વિંગ પ્રાઇસિંગ મિકેનિઝમ અમલમાં મૂકશે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે લાગુ પડતી આ મિકેનિઝમ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે મોટા રોકાણકારો અસ્થિર બજારમાં અચાનક તેમના સંપૂર્ણ નાણાં ઉપાડી ન જાય. સ્વિંગ પ્રાઇસિંગ લાગુ કરીને રોકાણકારોને ફંડમાં રોકાણ અને ઉપાડના સમય દરમિયાન NAV મળશે જે સ્વિંગ ફેક્ટર હેઠળ એડજસ્ટ કરવામાં આવે છે.

સ્વિંગ પ્રાઈસિંગ મિકેનિઝમ માત્ર અસ્થિર બજારોમાં જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ લાગુ થશે પરંતુ બંને પરિસ્થિતિઓમાં સ્વિંગ ફેક્ટર અલગ-અલગ રીતે નક્કી કરવામાં આવશે. સ્વિંગ ફેક્ટર 1-2 ટકાની રેન્જમાં હશે. રોકાણકારો હાઈ રિસ્ક વોલેટાઈલ માર્કેટ સાથે ઓપન એન્ડેડ ડેટ સ્કીમમાંથી મોટા પાયે ઉપાડ કરશે તેમને 2 ટકા ઓછી NAV મળશે.

આ પણ વાંચો :  વહેલી તકે PAN CARD સાથે AADHAAR ને કરીલો લિંક, 31 માર્ચ પછી નુકસાનો સામનો કરવો પડશે

આ પણ વાંચો :  OPENING BELL : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત તેજી દેખાઈ, SENSEX 56760 સુધી ઉછળ્યો

Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">