AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G સ્પેક્ટ્રમની ઓનલાઈન હરાજી શરૂ, અંબાણી, અદાણી, એરટેલ સહિત ચાર કંપનીઓ રેસમાં

5G સ્પેક્ટ્રમ હરાજી હેઠળ 72 GHz એટલે કે 72000 MHz એરવેબ્સ માટે હરાજી શરૂ થઈ ગઈ છે. આ માટે રિઝર્વ પ્રાઇસ આશરે રૂ. 4.3 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ હરાજીની પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે.

5G સ્પેક્ટ્રમની ઓનલાઈન હરાજી શરૂ, અંબાણી, અદાણી, એરટેલ સહિત ચાર કંપનીઓ રેસમાં
Adani, Ambani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 12:03 PM
Share

5G સ્પેક્ટ્રમની હરાજી આજથી શરૂ થઈ ગઈ છે. આ રેસમાં રિલાયન્સ જિયો (Reliance Jio), અદાણી ગ્રુપ (Adani Group), ભારતી એરટેલ (Bharti Airtel) અને વોડાફોન આઈડિયા સામેલ છે. આજથી 72 ગીગાહર્ટ્ઝ એટલે કે 72000 મેગાહર્ટ્ઝ એરવેબ્સ માટે હરાજી શરૂ થઈ ગઈ છે. આ માટે રિઝર્વ પ્રાઇસ આશરે રૂ. 4.3 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ હરાજીની પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. આજે સવારે 10 વાગ્યાથી બિડિંગ પ્રક્રિયા શરૂ થઈ હતી. બિડિંગ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. હરાજીની પ્રક્રિયા ચાલુ રાખવી એ આવનારી બિડ્સ અને બિડર્સની વ્યૂહરચના પર નિર્ભર રહેશે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગને 5G સ્પેક્ટ્રમની હરાજીથી રૂ. 70,000 કરોડથી રૂ. 1,00,000 કરોડની આવક થવાની ધારણા છે. ઉદ્યોગને અપેક્ષા છે કે સ્પેક્ટ્રમનું વેચાણ અનામત કિંમતની આસપાસ થશે. દેશમાં 5G સેવાઓની રજૂઆત ખૂબ જ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાનો માર્ગ મોકળો કરશે. 5G સેવા હાલની 4G સેવાઓ કરતાં લગભગ 10 ગણી ઝડપી હશે.

રિલાયન્સ જિયો સૌથી વધુ ખર્ચ કરી શકે છે

રિલાયન્સ જિયો હરાજી દરમિયાન વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા છે. એરટેલ પણ વોડાફોન આઈડિયા અને અદાણી એન્ટરપ્રાઈઝની મર્યાદિત ભાગીદારી સાથે રેસમાં આગેવાની કરે તેવી અપેક્ષા છે. રિલાયન્સ જિયોએ હરાજી માટે વિભાગમાં 14,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝે 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

સ્પીડ 4G કરતા 10 ગણી વધારે હશે

દેશમાં 5G સેવાઓની રજૂઆત ખૂબ જ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાનો માર્ગ મોકળો કરશે. 5G સેવા હાલની 4G સેવાઓ કરતાં લગભગ 10 ગણી ઝડપી હશે. રિલાયન્સ જિયો હરાજી દરમિયાન વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા છે. એરટેલ પણ વોડાફોન આઈડિયા અને અદાણી એન્ટરપ્રાઈઝની મર્યાદિત ભાગીદારી સાથે રેસમાં આગેવાની કરે તેવી અપેક્ષા છે.

આક્રમક બિડિંગની શક્યતા ઓછી છે

બજાર વિશ્લેષકો કહે છે કે હરાજી દરમિયાન આક્રમક બિડિંગની આશા ઓછી છે. આનું કારણ એ છે કે સ્પેક્ટ્રમ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે જ્યારે ત્યાં માત્ર ચાર બિડર્સ છે. રિલાયન્સ જિયોએ હરાજી માટે વિભાગમાં 14,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝે માત્ર 100 કરોડ રૂપિયા જમા કર્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">