ફરી એકવાર Gautam Adani એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, આ મામલે તો તેમણે Mukesh Ambani ને પણ પાછળ છોડી દીધા

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ 71.30 અબજ ડોલર છે. હાલમાં તેઓ વિશ્વના 14 માં સૌથી ધનિક વ્યક્તિ છે.

ફરી એકવાર Gautam Adani  એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, આ મામલે તો તેમણે Mukesh Ambani ને પણ પાછળ છોડી દીધા
Mukesh Ambani & Gautam Adani
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Sep 03, 2021 | 7:45 AM

ફરી એક વખત ગૌતમ અદાણી(Gautam Adani) એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ યાદીમાં નંબર વન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ 71.30 અબજ ડોલર છે. હાલમાં તેઓ વિશ્વના 14 માં સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી 87.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 12 મા સૌથી ધનિક વ્યક્તિ છે.

જૂનમાં એવા અહેવાલ આવ્યા હતા કે અદાણી ગ્રુપમાં ત્રણ વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલા હજારો કરોડ ફ્રીઝ થઈ ગયા છે. આ પછી આ ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થયો હતો. બે મહિના પછી ગૌતમ અદાણીનો સિતારો ફરી ચમકી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી ગૌતમ અદાણીની સંપત્તિમાં 37.5 અબજ ડોલરનો વધારો થયો છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 11.10 અબજ ડોલરનો વધારો થયો છે.

જેફ બેઝોસ યાદીના શિખરે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર જેફ બેઝોસ(jeff bezos) 201 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના નંબર વન ધનિક(world’s richest person) છે. ટેસ્લાના એલોન મસ્ક(Elon Musk) 199 અબજ ડોલર સાથે બીજા નંબરે છે, જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ(Bernard Arnault) 167 અબજ ડોલર સાથે ત્રીજા નંબરે છે. ગૌતમ અદાણી(Gautam Adani) આ વર્ષે સંપત્તિમાં ઉછાળાના મામલે પાંચમા નંબરે છે અને અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 37.5 અબજ ડોલરનો વધારો થયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ 52.30 અબજ ડોલરના ઉછાળા સાથે પ્રથમ સ્થાને છે. 46.70 અબજ ડોલરના ઉછાળા સાથે લેરી પેજ(larry page) બીજા ક્રમે છે.

રિલાયન્સના સ્ટોકનું પ્રદર્શન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL)ની વાત કરીએ તો ગુરુવારે તેનો શેર 1.20 ટકાના વધારા સાથે 2295 રૂપિયા પર બંધ થયો હતો અને ટ્રેડિંગ દરમિયાન 2300 ની સપાટી પણ પાર કરી ગયો હતો. રિલાયન્સનો સ્ટોક ઓક્ટોબર 2020 પછી પ્રથમ વખત 2300 ને પાર કરી ગયો છે. તેની ઓલટાઈમ હાઈ 2369 રૂપિયા છે.

અદાણી પાવરમાં ઉછાળો અદાણી ગ્રુપની છ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યા છે. અદાણી પાવરનો સ્ટોક છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટ અનુભવી રહ્યો છે. ગુરુવારે તેનો સ્ટોક રૂ 108 ના સ્તર પર બંધ થયો હતો. 23 ઓગસ્ટના રોજ આ શેરની કિંમત માત્ર 73 રૂપિયા હતી.

અદાણી ટ્રાન્સમિશન ના રોકાણકારોને થયો લાભ અદાણી ગ્રુપના વધુ એક શેરની વાત કરીએતો અદાણી ટ્રાન્સમિશનનો સ્ટોક પણ સતત દસ ટ્રેડિંગ સેશનમાં ઉપલી સર્કિટ પર પહોંચ્યો છે. ગુરુવારે તેનો શેર રૂ .1672 ના સ્તરે બંધ થયો હતો. તેના શેરમાં છેલ્લો ઘટાડો 11 ઓગસ્ટના રોજ નોંધાયો હતો અને તે 946 રૂપિયા પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આપનાં વાહનમાં એક લીટર પેટ્રોલ – ડીઝલ ભરાવવા પાછળ આજે કેટલો ખર્ચ કરવો પડશે ? જાણો ઇંધણના લેટેસ્ટ રેટ

આ ણ વાંચો : રિલાયન્સ રિટેલે Just Dial નું નિયંત્રણ પોતાના હાથમાં લીધું , 40.90% હિસ્સો હસ્તગત કર્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati