AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil Company Shares : સસ્તામાં મળી રહ્યા છે Oil કંપનીના આ શેર, 21 તારીખ સુધી રોકાણ કરો અને મેળવો બોનસ

લોકસભા ચૂંટણી પરિણામોને કારણે ગઇ કાલે એટલે કે 4 જૂને શેર બજારમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે, આજે બજારમાં રીકવરી જોવા મળી આ બધા સમાચાર વચ્ચે ઓઇલ કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સારી બાબત એ છે કે ઓઇલ કપંનીઓએ બોનસની જાહેરાત કરી છે, ચૂંટણી પરિણામને કારણે શેરના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ સમય ખરીદી માટે ઉત્તમ છે.

Oil Company Shares : સસ્તામાં મળી રહ્યા છે Oil કંપનીના આ શેર, 21 તારીખ સુધી રોકાણ કરો અને મેળવો બોનસ
Oil Company Shares
| Updated on: Jun 05, 2024 | 4:51 PM
Share

લોકસભા ચૂંટણી પરિણામોને કારણે ગઇ કાલે એટલે કે 4 જૂને શેર બજારમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે, આજે બજારમાં રીકરવરી જોવા મળી આ બધા સમાચાર વચ્ચે ઓઇલ કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સારી બાબત એ છે કે ઓઇલ કપંનીઓએ બોનસની જાહેરાત કરી છે, ચૂંટણી પરિણામને કારણે શેરના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ સમય ખરીદી માટે ઉત્તમ છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC) ના શેરમાં હાલ ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે.  HPCL, BPCL અને Oil India તેમના રોકાણકારોને બોનસ શેરની ભેટ આપવા જઈ રહી છે. બોનસ શેરની રેકોર્ડ ડેટ નજીક છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 1:2 બોનસ આપશે

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ 1:2 ના રેશિયોમાં બોનસ શેર જાહેર કરવાની જાહેરાત કરી છે. આ માટે, લાયક શેરધારકોના નામ નક્કી કરવા માટે શુક્રવાર 21મી જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. HPCLએ સોમવારે 27 મેના રોજ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી, વર્ષમાં ત્રીજી વખત બોનસ શેર જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ, તેણે 2016માં 2:1 ના ગુણોત્તરમાં બોનસ શેર જાહેર કર્યા હતા. 2017 માં, કંપનીએ 1:2 (દર 2 શેર માટે 1 બોનસ શેર) ના ગુણોત્તરમાં બોનસ જાહેર કર્યા હતા

BPCLના શેરમાં 0.034 ટકા નો ઘટાડો થયો છે, કંપની 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે.

બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના શેરમાં 0.034 ટકાનો ઘટાડો થયો છે. સરકારી કંપની BPCL એ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 22 જૂન નક્કી કરી છે. છેલ્લા એક વર્ષમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં 90 ટકાથી વધુનો વધારો થયો છે.

ઓઈલ ઈન્ડિયાના 1:2ના રેશિયોમાં બોનસ શેર આપશે

બુધવારે ઓઈલ ઈન્ડિયા લિમિટેડનો શેર 582.00 INR −12.50 (2.10%) ઘટાડો જોવા મળ્યો છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડ તેના રોકાણકારોને 1:2ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે, કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપશે. છેલ્લા એક વર્ષમાં ઓઈલ ઈન્ડિયાના શેરમાં 170% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">