UPI થી પૈસા ટ્રાન્સફર કરવા Internet ની જરૂર નથી, આ 5 સ્ટેપ્સ દ્વારા તમે સરળતાથી પૈસા મોકલી શકો છો

જો તમારી પાસે બેઝિક ફોન છે તો પણ તમે UPI ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકશો. બસ ખાતરી કરો કે તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક થયેલો છે.

UPI થી પૈસા ટ્રાન્સફર કરવા Internet ની જરૂર નથી, આ 5 સ્ટેપ્સ  દ્વારા તમે સરળતાથી પૈસા મોકલી શકો છો
UPI ઑફલાઇન પેમેન્ટ માટે ઇન્ટરનેટ જરૂરી નથી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 8:25 AM

UPI offline payment : શું તમે જાણો છો કે UPI ઑફલાઇન પેમેન્ટ માટે ઇન્ટરનેટ જરૂરી નથી? ઈન્ટરનેટ વગર પણ યુપીઆઈમાંથી પૈસા ચૂકવી અથવા લઈ શકાય છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ માટે એક નવી પદ્ધતિ સૂચવી છે. ઓફલાઈન ચૂકવણી અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં એક નિર્દેશ જારી કર્યા હતા. રિઝર્વ બેંક દ્વારા ઑફલાઇન ચુકવણીની કુલ રકમ મહત્તમ રૂ. 2000 ની મર્યાદા નક્કી કરાઈ છે. રિઝર્વ બેંકની આ સૂચનાને અનુસરીને ઑફલાઇન ચુકવણી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.

ઈન્ટરનેટની સુવિધા અનેક કારણોસર આપવામાં આવી રહી છે.જોકે ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી. આનાથી ઇન્ટરનેટ આધારિત પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન નથી અને દરેક વ્યક્તિ પાસે મોબાઈલ વોલેટ અથવા મોબાઈલ બેંકિંગની ઍક્સેસ નથી. આનાથી છૂટકારો મેળવવા માટે NPCI એ ઑફલાઇન UPI પેમેન્ટ અથવા ઇન્ટરનેટ પેમેન્ટ વગરની સુવિધા શરૂ કરી છે.

બેઝિક ફોનથી ઑફલાઇન પેમેન્ટ

જો તમારી પાસે બેઝિક ફોન છે તો પણ તમે UPI ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકશો. બસ ખાતરી કરો કે તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક થયેલો છે. જો તે નંબર બેંક ખાતા સાથે લિંક નહીં હોય તો બેંક સાથે કોઈ લેવડ-દેવડ થઈ શકશે નહીં. હવે ચાલો જાણીએ કે ઈન્ટરનેટ વગર ઓફલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  • તમારા ફોનના ડાયલર પર જાઓઅને *99# દાખલ કરો અને કૉલ બટન દબાવો
  • ઘણા વિકલ્પો સાથે તમારા ફોનની સ્ક્રીન પર એક પોપ અપ મેનૂ દેખાશે. તમારી જરૂરિયાતોને અનુરૂપ વિકલ્પ પર ક્લિક કરો. અનુરૂપ નંબર દાખલ કરો અને Send ક્લિક કરો
  • હવે તે વિકલ્પ પસંદ કરો જેના દ્વારા તમે પૈસા મોકલવા માંગો છો. આ કામ તમારે UPI દ્વારા કરવાનું છે. જો તમે મોબાઈલ નંબરથી UPI કરવા માંગો છો તો મોબાઈલ નંબરનો વિકલ્પ પસંદ કરો અને તે નંબર દાખલ કરો
  • હવે મોકલવા માટેની રકમ દાખલ કરો અને Send બટન દબાવો  અને  પેમેન્ટ વિશે રિમાર્ક લખો
  • ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે UPI PIN દાખલ કરો. કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વિના તમારૂ ટ્રાન્ઝેક્શન સફળ થશે

* 99 # સર્વિસના ફાયદા

સમગ્ર દેશમાં દરેક સામાન્ય માણસ સુધી બેંકિંગ સેવાઓનો વિસ્તાર કરવા *99# સેવા શરૂ કરવામાં આવી છે. બેંકિંગ ગ્રાહકો તેમના મોબાઈલ ફોન પર *99# ડાયલ કરીને આ સેવાનો લાભ લઈ શકે છે અને મોબાઈલ સ્ક્રીન પર દેખાતા ઈન્ટરએક્ટિવ મેનૂ (ફક્ત લાઈવ TSP માટે જ ઉપલબ્ધ) દ્વારા વ્યવહાર કરી શકે છે. *99# સેવા હેઠળ ઓફર કરવામાં આવતી મુખ્ય સેવાઓમાં અન્ય સેવાઓની સાથે અન્ય બેંક ખાતામાં જમા નાણાં મોકલવા અને પ્રાપ્ત કરવા, બેલેન્સની પૂછપરછ, UPI PIN સેટ કરવા/ બદલવાનો સમાવેશ થાય છે. *99# સેવા હાલમાં 83 અગ્રણી બેંકો અને તમામ GSM સર્વિસ પ્રોવાઇડર દ્વારા ઓફર કરવામાં આવે છે અને હિન્દી અને અંગ્રેજી સહિત 13 વિવિધ ભાષાઓમાં ઍક્સેસ કરી શકાય છે.

આ પણ વાંચો :  હવે KYC માટે કચેરીઓના ધક્કા ખાવા પડશે નહિ, સરકાર લાવી રહી છે One Nation One KYC, જાણો શું મળશે રાહત ?

આ પણ વાંચો : ટેક્સ બચાવવા માટે તમે તમારા બાળકના PPF ખાતામાં પણ પૈસા જમા કરી શકો છો, જાણો યોજના વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">