AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક્સ બચાવવા માટે તમે તમારા બાળકના PPF ખાતામાં પણ પૈસા જમા કરી શકો છો, જાણો યોજના વિશે વિગતવાર

આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીના ખર્ચ ઉપર પીપીએફ રોકાણમાંકરમુક્તિ માટે દાવો કરી શકાય છે.

ટેક્સ બચાવવા માટે તમે તમારા બાળકના PPF ખાતામાં પણ પૈસા જમા કરી શકો છો, જાણો યોજના વિશે વિગતવાર
PPF એકાઉન્ટ આકર્ષક વ્યાજ દરો સાથે ગેરંટી અને ટેક્સ ફ્રી રિટર્ન ઓફર કરે છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 7:45 AM
Share

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત ખૂબ જ લોકપ્રિય લાંબા ગાળાની રોકાણ યોજના છે. PPF એકાઉન્ટ આકર્ષક વ્યાજ દરો સાથે ગેરંટી અને ટેક્સ ફ્રી રિટર્ન ઓફર કરે છે. આ કારણે મોટાભાગના કામ કરતા લોકો PPFમાં રોકાણ કરવા માંગે છે. PPF ને ટ્રિપલ ટેક્સ બેનિફિટ સ્કીમ કહેવામાં આવે છે કારણ કે તેમાં રોકાણ, મુદ્દલ અને રિટર્ન પર કોઈ વ્યાજ નથી. ટ્રિપલ ટેક્સ બેનિફિટનો અર્થ એ છે કે રૂ 1.5 લાખ સુધીના રોકાણ પર કોઈ ટેક્સ લાગતો નથી.

તમે તમારા બાળક અથવા પત્નીના PPF ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો અને જો તમે ઈચ્છો તો ટેક્સ બચાવી શકો છો. પરંતુ હંમેશા ધ્યાનમાં રાખો કે રોકાણની મર્યાદા રૂ. 1.5 લાખ મહત્તમ છે. 1.5 લાખ ક્યાં તો પોતાના પીપીએફ ખાતામાં અથવા બાળક અથવા જીવનસાથીના ખાતામાં જમા કરી શકો છો. કુલ 1.5 લાખ રૂપિયા પર ટેક્સ છૂટનો લાભ મળશે પછી ભલે તમે જુદા જુદા ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવો.

ટેક્સ નિયમ શું છે?

આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીના ખર્ચ ઉપર પીપીએફ રોકાણમાંકરમુક્તિ માટે દાવો કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો તમે તમારા PPF ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય અને તમારા બાળકના PPF ખાતામાં પણ 1 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય. પરંતુ જ્યારે તમે રિટર્ન ફાઈલ કરો છો, ત્યારે તમે બંને ખાતાઓ માટે કુલ રૂ. 1.5 લાખનો દાવો માત્ર કર મુક્તિ માટે કરી શકશો રૂ. 2 લાખ માટે નહીં. પહેલા આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી પરંતુ 2014માં તેને વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી.

આ વખતના બજેટમાં કલમ 80C હેઠળ 1.5 લાખની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે કારણ કે રોકાણના સંદર્ભમાં આ મર્યાદા ઘટી ઓછી લાગી રહી છે. PPF કલમ 80Cમાં મળતી મોટાભાગની છૂટનો ઉપયોગ અહીજ થઇ જાય છે. આ પછી વીમા પ્રીમિયમ આવે છે. આને ધ્યાનમાં રાખીને વીમા ઉદ્યોગ સરકાર પાસે કલમ 80Cની મર્યાદા વધારવા અને જીવન વીમા માટે અલગ વિભાગ લાવવાની માંગ કરી રહ્યું છે. મર્યાદામાં રૂ. 1.5 લાખનો વધારો થાય તો વધારાની મર્યાદા અનુસાર બેંક અને પોસ્ટ ઓફિસમાં વધારાનું રોકાણ શરૂ કરી શકાય છે.

PPF ની વિશેષતાઓ

PPF વાર્ષિક 7.1 ટકા રિટર્ન આપે છે. ખાતું ખોલ્યા પછી તેનો લોક-ઇન પિરિયડ 15 વર્ષનો હોય છે જે પાકતી મુદત પછી 5 વર્ષ સુધી વધારી શકાય છે. જો તમે PPFમાં જમા કરાવવા પર લોન લેવા માંગો છો, તો તમે એકાઉન્ટ શરૂ કર્યાના 3 થી 6 વર્ષની અંદર લોન લઈ શકો છો. જો પીપીએફ ખાતું સતત 5 વર્ષ સુધી ચાલે છે, તો ખાતાધારક તેને સમય પહેલા બંધ કરવાનો હકદાર છે. ખાતું ખોલ્યાના 6 વર્ષ પછી પીપીએફમાંથી કેટલાક પૈસા ઉપાડો જેને આંશિક ઉપાડ કહેવાય છે. ખાતું ખોલવાના ચોથા વર્ષમાં ખાતાધારક કુલ થાપણના 50% પ્રીમેચ્યોર ઉપાડ તરીકે ઉપાડી શકે છે. તેમાં વર્ષમાં વધુમાં વધુ 12 વખત પૈસા જમા કરાવી શકાય છે.

આ પણ વાંચો :  ઈન્ડિયન ઓઈલ શહેરના ગેસ વિતરણમાં સાત હજાર કરોડનું કરશે રોકાણ, CNG-PNG ગેસ સપ્લાય માટે મેળવ્યા 9 લાઇસન્સ

આ પણ વાંચો : RSSની સંસ્થા સ્વદેશી જાગરણ મંચે યુનિકોર્ન કંપનીઓના સીધા વિદેશી લિસ્ટિંગનો કર્યો વિરોધ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">