NTPCના જોરદાર Q4 Results થી શેરમાં ઉછાળો, નિષ્ણાંતોનું વધુ 29% તેજીનું અનુમાન

વીજળી ઉત્પાદક જાહેર ક્ષેત્રની કંપની નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (NTPC)એ નાણાકીય વર્ષ 2020-21 ના અંતિમ ક્વાર્ટરમાં જોરદાર નફો કર્યો છે.

NTPCના જોરદાર Q4 Results થી શેરમાં ઉછાળો, નિષ્ણાંતોનું વધુ 29% તેજીનું અનુમાન
NTPC
Follow Us:
| Updated on: Jun 22, 2021 | 8:22 AM

વીજળી ઉત્પાદક જાહેર ક્ષેત્રની કંપની નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (NTPC)એ નાણાકીય વર્ષ 2020-21 ના અંતિમ ક્વાર્ટરમાં જોરદાર નફો કર્યો છે. Q4 માં કંપનીના કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 258% વધીને 4479 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીનો નેટ પ્રોફિટ ત્રણ ગણો વધવાના કારણે NTPC ના સ્ટૉક્સમાં પણ તેજી જોવા મળી છે.

શું છે શેરની સ્થિતિ NSE પર NTPC ના શેરનો ગઈકાલનો બંધ ભાવ 118.05 રૂપિયા હતો. કંપનીના શેરમાં તેજીનું વલણ શરૂ થતા શેર 4.50 વધ્યો હતો . શેરમાં 3.96% nઈ વૃદ્ધિ દેખાઈ છે. શેરની 52 અઠવાડીયાની સર્વોચ્ચ સપાટી 121રૂપિયા છે.

નિષ્ણાંતોનું અનુમાન કંપનીના જોરદાર Q4 પરિણામને જોતા ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA એ શેરની ટાર્ગેટ પ્રાઈઝને વધારીને 150 રૂપિયા કરી છે. એટલે કે કંપનીના શેરમાં 29% વધુ તેજી આવવાની આશા છે. બ્રોકરેજ ફર્મે કહ્યુ કે કંપની સોલાર બિડ્સમાં લીડર બનીને ઉભરી છે અને આ ક્ષેત્રમાં તે બજારમાં ભાગીદારી 43% છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Motilal Oswal એ કહ્યુ કે કંપનીએ પોતના લૉન્ગ ટર્મ રેનેવેલ એનર્જી ટાર્ગેટ કેપિસિટીને વર્ષ 2032 સુધી 60GW કરી છે જે પહેલા 32 ગીગા વોટ હતા. NTPC એ FY22 માટે 3GW અને FY24 માટે 14GW સોલાર એનર્જી કેપિસિટીને વધારાનું લક્ષ્ય નક્કી કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે Q4 માં કંપનીના કંસોલિડેટેડ નેટ પ્રૉફિટ 258% વધીને 4479 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રૉફિટ 1252 કરોડ રૂપિયા રહ્યા હતા. Q4 માં કંપનીના નેટ પ્રૉફિટમાં ભલે જ જોરદાર તેજી આવી હોય પરંતુ કંપનીના રેવેન્યૂ 2.5% ઘટીને 26,567 કરોડ રૂપિયા રહી ગયા છે તો ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં 27,247 કરોડ રૂપિયા હતા.

FY21 માં NTPC ના નેટ પ્રોફિટ 36% વધીને 13,769 કરોડ રૂપિયા રહ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં સેગમેંટ-વાઈઝ કંપનીના રેવેન્યૂ પાવર જનરેશનથી 26,418 કરોડ રૂપિયા હતા જ્યારે અન્ય સોર્સથી કંપનીને 1446 કરોડ રૂપિયાના રેવેન્યૂ મળી છે.

કેટલું મળશે ડિવિડન્ડ ? NTPC એ રેગુલેટરી ફાઈલિંગમાં સ્ટૉક એક્સચેન્જમે જણાવ્યુ કે કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે શેરહોલ્ડર્સના પ્રતિ શેર 3.15 રૂપિયા ફાઈનલ ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફાઈનલ ડિવિડન્ડ કંપની દ્વારા ફેબ્રુઆરીમાં ઘોષિત કરવામાં આવેલા 3 રૂપિયા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડના અતિરિક્ત છે. તેના સિવાય બોર્ડે કંપનીના બૉરોઈંગ લિમિટને 2 લાખ કરોડ રૂપિયાથી વધારીને 2.25 લાખ કરોડ રૂપિયા કરી દીધા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">