નોટબંધી બાદ સિક્યોર કરન્સી તરીકે ચલણમાં મુકાયેલી રૂપિયા ૨૦૦૦ની નોટ પણ અસુરક્ષિત, વાંચો કેમ

|

Oct 14, 2020 | 3:12 PM

ભારતીય અર્થતંત્રને ખોખલું કરતી જાલી નોટના નેટવર્કને તોડવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરવામાં આવી હતી. સરકારે વધુ સિક્યોર હોવાના દાવા સાથે ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકી હતી પરંતુ હવે આ ચલણ પણ ચિંતાનો વિષય બની રહ્યું છે. દેશવિરોધી તત્વોએ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ૨૦૦૦ […]

નોટબંધી બાદ સિક્યોર કરન્સી તરીકે ચલણમાં મુકાયેલી રૂપિયા ૨૦૦૦ની નોટ પણ અસુરક્ષિત, વાંચો કેમ

Follow us on

ભારતીય અર્થતંત્રને ખોખલું કરતી જાલી નોટના નેટવર્કને તોડવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ કરવામાં આવી હતી. સરકારે વધુ સિક્યોર હોવાના દાવા સાથે ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકી હતી પરંતુ હવે આ ચલણ પણ ચિંતાનો વિષય બની રહ્યું છે. દેશવિરોધી તત્વોએ છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ૨૦૦૦ રૂપિયાના દરની બનાવતી નોટ ચલણમાં મૂકી હતી.  નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર ગત વર્ષે જેટલી પણ નકલી નોટ પકડવામાં આવી તે તમામ નકલી નોટોમાંથી મહત્તમ 2000 રૂપિયાની નોટ હતી

નોટબંધી લાગુ પડી પીએમ નરેન્દ્ર મોદીએ  500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. ૮ નવેમ્બર ૨૦૧૬થી  બંને ચલણ રાતોરાત વ્યવહારમાંથી હટાવી લેવાયા હતા. સરકાર પગલાંથી કાળુંનાણું અને જાલી ચલણના દુષણને હટાવવા માંગતી હતી.  500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી સુરક્ષિત ચલણ તરીકે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટ વ્યવહારમાં મુકાઈ હતી.સરકારને વિશ્વાસ હતો કે આ ચલણ સરળતાથી નકલ થઈ શકશે નહિ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

25 ઓગસ્ટના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક મહત્વની માહિતી જાહેર કરી હતી. આરબીઆઈના  વર્ષ 2019-20ના વાર્ષિક અહેવાલ અનુસાર  નાણાકીય વર્ષ ૨૦૧૮ દરમિયાન RBI e 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. દેશમાં 2000 રૂપિયાની નોટોના પરિભ્રમણમાં ઘટાડો થયો છે. 2017-18માં 3.6 અબજની નોટો ચલણમાં હતીજે મોટા ઘટાડા સાથે  2019-20માં માત્ર 2.73 અબજ થઈ ગઈ છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલી માહિતીમાં ધ્યાન ઉપર આવેલી ચોંકાવનારી બાબતો
વર્ષ ૨૦૧૯માં 100 રૂપિયાની 71,817 જાલી નોટો ઝડપાઇ
દિલ્હી    –  31,671
ગુજરાત  – 16,159
યુપી      –  6129

વર્ષ  2019માં 2000 રૂપિયાની 90,566 જાલી નોટ  પકડાઈ
કર્ણાટક    – 23,599
ગુજરાત    – 14,૪૯૪
પ.બંગાળ  – 13,637

 જાલી નોટના મામલાઓમાં ૪૧ ટકાનો વધારો  
2018 માં 17.95 કરોડ રૂપિયા
2019માં  25.39 કરોડ રૂપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:08 pm, Wed, 14 October 20

Next Article