સુંદર પિચાઈ કે સત્ય નડેલા નહીં, આ ભારતીય છે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર મૂળ ભારતીય

યુએસના ટોચના 10 સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓની યાદીમાં એક ભારતીય સ્થાન મેળવી શક્યું છે. C-Suite Comp ના એક અહેવાલ અનુસાર Palo Alto Networksના સીઇઓ અને ચેરમેન Nikesh Arora યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓની યાદીમાં 10માં ક્રમે છે.

સુંદર પિચાઈ કે સત્ય નડેલા નહીં, આ ભારતીય છે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર મૂળ ભારતીય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 12:19 PM

યુએસના ટોચના 10 સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓની યાદીમાં એક ભારતીય સ્થાન મેળવી શક્યું છે. જોકે તે Sundar Pichai કે Satya Nadella નથી…

C-Suite Comp ના એક અહેવાલ અનુસાર Palo Alto Networksના સીઇઓ અને ચેરમેન Nikesh Arora યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓની યાદીમાં 10માં ક્રમે છે. ડેટા એનાલિટિક્સ ફર્મ C-Suite Comp એ તાજેતરમાં યુએસમાં સૌથી વધુ કમાણી કરનારા CEOની યાદી બહાર પાડી હતી.

સુંદર પિચાઈ યાદીમાં સ્થાન મેળવી ન શક્યા

ગૂગલના ભારતીય-અમેરિકન સીઈઓ સુંદર પિચાઈ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. બીજી તરફ પાલો અલ્ટો નેટવર્ક્સના નિકેશ અરોરાએ બે યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમણે 151.4 મિલિયન ડોલરની કમાણી સાથે વર્ષ 2023 માં આપવામાં આવેલ કુલ રિટર્ન દ્વારા યુ.એસ.માં સૌથી વધુ કમાણી કરનાર સીઈઓની યાદીમાં ચોથા ક્રમે છે. અરોરાએ 266.4 મિલિયન ડોલરના વાર્ષિક રિટર્ન સાથે વર્ષ 2023 માં ખરેખર ચૂકવવામાં આવેલા વળતર દ્વારા યુએસમાં સૌથી વધુ કમાણી કરનારા CEO માં 10માં ક્રમે છે.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

આ યાદીમાં ટેસ્લાના CEO એલોન મસ્ક ટોચ પર હતા જેમણે 2023માં 1.4 બિલિયન ડોલરની કમાણી કરી હતી. માત્ર એક અન્ય ચીફ એક્ઝિક્યુટિવ પલાંટીર ટેક્નૉલૉજીના એલેક્ઝાન્ડર કાર્પએ 1 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો હતો.

અમેરિકાના ટોચના 10 સૌથી વધુ પગાર મેળવનારા CEO ની યાદી

 CEOs Compensation Paid
Elon Musk, Tesla $1.4 billion
Alexander Karp, Palantir Technologies $1.1 billion
Hock Tan, Broadcom $767.7 million
Brian Armstrong, Coinbase Global $680.9 million
Safra Catz, Oracle $304.1 million
Brian Chesky, Airbnb $303.5 million
Jon Winkelried, Tpg $295.1 million
Jeff Green, Trade Desk $291.7 million
Adam Foroughi, Applovin $271.3 million
Nikesh Arora, Palo Alto Networks $266.4 million

નિકેશ અરોરાની કારકિર્દીની સફર

નિકેશ અરોરાએ 2018 માં પાલો અલ્ટો નેટવર્ક્સના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની શ્રેષ્ઠ કારકિર્દીમાં Google અને SoftBank ગ્રૂપનો સમાવેશ થાય છે. 56 વર્ષીય અરોરાનો જન્મ ભારતીય વાયુસેનાના અધિકારીને ત્યાં થયો હતો અને તેણે દિલ્હીની એરફોર્સ પબ્લિક સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી (IIT-BHU)ની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી MBA અને બોસ્ટન કોલેજમાંથી MSc પણ કર્યું છે.

અરોરાએ વરિષ્ઠ નેતૃત્વની ભૂમિકામાં Google માં 10 વર્ષ વિતાવ્યા હતા. વર્ષ 2014 માં તેમણે સોફ્ટબેંક ગ્રુપમાં તેના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જોડાવા માટે રાજીનામું આપ્યું હતું. તેમના અન્ય વ્યાવસાયિક કાર્યોમાં T-Mobile અને ભારતી એરટેલ યુરોપનો પણ સમાવેશ થાય છે.અરોરાએ બિઝનેસ ટાયકૂન કરમચંદ થાપરની પૌત્રી આયેશા થાપર સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો : Stanley Lifestyles IPO Listing : લિસ્ટિંગ સાથે રોકાણકારોને મળ્યું બમ્પર રિટર્ન, 35% પ્રીમિયમ પર લિસ્ટ થયો શેર

Latest News Updates

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">