સરકારી બેંકો માટે સારા સમાચાર! દરેક સરકારી બેંક નફામાં, એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન થયો 48,874 કરોડ રૂપિયાનો નફો

સંસદમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશની કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકને કોઈ નુકસાન થયું નથી, ઉપરાંત તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોનો નફો 48,874 કરોડ રૂપિયા રહ્યો. સરકાર વતી નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે આ માહિતી આપી છે.

સરકારી બેંકો માટે સારા સમાચાર! દરેક સરકારી બેંક નફામાં, એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન થયો 48,874 કરોડ રૂપિયાનો નફો
Bank (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:07 PM

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે જાહેર ક્ષેત્રની કોઈપણ બેંકને (Public Sector Bank) નુકસાન થયું નથી. રાજ્યના નાણાપ્રધાન ભગવત કરાડે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2020-21માં જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ 31,820 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં બેન્કોએ આના કરતાં વધુ નફો કર્યો છે. રાજ્યમંત્રી 2010 પછી જાહેર ક્ષેત્રની બેંકોના નુકસાન અને ફાયદા વિશે માહિતી આપી રહ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના ત્રણ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ 2021થી ડિસેમ્બર સુધી એક પણ જાહેર ક્ષેત્રની બેંક ખોટમાં રહી નથી. આ સમયગાળા દરમિયાન બધી બેન્કોએ કુલ 48,874 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

દેશમાં હાલ 12 સરકારી બેંકો

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની 12 બેંકો છે. આમાં સૌથી મોટી બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા સાથે કેનેરા બેંક છે. આમાંથી ચાર બેંકોને બીજા સાથે મર્જ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમાં બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક છે.

2015-16થી સરકારી બેંકોની ખોટ વધી હતી

જો કે 2015-16થી 2019-20 સુધી ઘણી જાહેર ક્ષેત્રની બેંકો ખોટમાં હતી. 2017-18માં આ બેંકોની કુલ ખોટ રૂ. 85,370 કરોડ હતી, જે 2018-19માં ઘટીને રૂ. 66,636 કરોડ થઈ હતી. 2019-20માં આ બેંકોને 25,941 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ, જ્યારે 2015-16માં તેમની ખોટ 17,993 કરોડ રૂપિયા હતી. 2016-17માં તેમને 11,389 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નાણાકીય વર્ષ 2009-10થી 2014-15 દરમિયાન સરકારી બેંકો નફામાં હતી. 31 માર્ચ 2010થી 31 માર્ચ 2021 દરમિયાન આ બેંકોની કુલ શાખાઓની સંખ્યા 58,653થી વધીને 84,694 થઈ ગઈ છે. આમાં મેટ્રોપોલિટન વિસ્તારોમાં શાખાઓની સંખ્યા 13,596થી વધીને 16,369 જ્યારે અર્ધ-શહેરી વિસ્તારોમાં 14,959થી વધીને 23,347 થઈ.

ડીજીટલ પેમેન્ટને લઈને ભાર મુકવામાં આવી રહ્યો છે

ડિજિટલ પેમેન્ટ અંગે કરાડે કહ્યું કે સરકાર તેને સતત પ્રોત્સાહિત કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું એ સરકારની પ્રાથમિકતા છે. મુશ્કેલી મુક્ત અને સરળ બેંકિંગ વ્યવહારો માટે આ જરૂરી છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકને સલાહ આપવામાં આવી છે કે બચત બેંક ખાતાધારક પાસેથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) માટે કોઈ ચાર્જ ન વસૂલવામાં આવે. ભલે તે ઓનલાઈન મોબાઈલ બેંકિંગ દ્વારા કરવામાં આવે કે મોબાઈલ એપ દ્વારા તેનો અમલ 1 જાન્યુઆરી 2020થી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  MONEY9: તમારે FD જેટલું સલામત પરંતુ તેના કરતાં વધુ રિટર્ન જોઇએ છે ? આ વિકલ્પ વિચારવા જેવો છે

g clip-path="url(#clip0_868_265)">