Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: Android યુઝર્સ સાવધાન, Escobar વાયરસ ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

એસ્કોબાર (Escobar)માલવેર યુઝર્સના ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. જો કોઈપણ કારણોસર આ માલવેર તમારા ફોનમાં આવી જાય છે, તો તે તમારા ફોનનું રેકોર્ડિંગ કરી શકે છે.

Alert: Android યુઝર્સ સાવધાન, Escobar વાયરસ ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:00 AM

એન્ડ્રોઈડ (Android)યુઝર્સની સુરક્ષા ફરી એકવાર ખતરામાં છે. એક નવું ટ્રોજન માલવેર આવ્યું છે જે નવા નામ અને ફિચર્સ સાથે આવે છે. BleepingComputer ના એક રિપોર્ટ અનુસાર, Escobar નામનો આ માલવેર તમારા ફોન દ્વારા તમારી બેંકની માહિતી ચોરી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. એસ્કોબાર (Escobar)માલવેર યુઝર્સના ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. જો કોઈપણ કારણોસર આ માલવેર તમારા ફોનમાં આવી જાય છે, તો તે તમારા ફોનનું રેકોર્ડિંગ કરી શકે છે.

તમારી જાણ વગર તમારા ફોટો લઈ શકે છે. એસ્કોબાર યુઝર્સના ફોનમાં પડેલી તમામ એપ્સને ટાર્ગેટ કરે છે જેમાં બેંક સંબંધિત માહિતી હોય છે. રિપોર્ટ અનુસાર, એસ્કોબારને રશિયાના એક હેકિંગ ફોરમ પર જોવામાં આવ્યો છે જ્યાં એબેરેબોટ ડેવલપર આ બેંકિંગ ટ્રોજનને પ્રમોટ કરી રહ્યો છે. આ માલવેરની ઓળખ MalwareHunter, McAfee અને Cyble જેવી સુરક્ષા કંપનીઓ દ્વારા પણ કરવામાં આવી છે.

Aberebot/Escobar મૉલવેર કેવી રીતે કામ કરે છે?

એસ્કોબાર અન્ય બેંકિંગ ટ્રોજનની જેમ જ કામ કરે છે. તે થર્ડ પાર્ટીના સ્ત્રોત દ્વારા તમારા ફોન સુધી પહોંચે છે અને પછી તમારા સંદેશાઓ, તમે વિઝિટ લો છો તે સાઇટ્સ અને બેંકિંગ એપ્સને ઘણા દિવસો સુધી સતત મોનિટર કરે છે. આ દરમિયાન તે OTP, PIN વગેરે રેકોર્ડ કરે છે. આ વાયરસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરે છે. એસ્કોબાર હાલમાં વિશ્વના 18 દેશોમાં પહોંચી ગયું છે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

આ માલવેર યુઝર્સ પાસેથી 25 પ્રકારની પરમિશન લે છે, જેમાં ઓડિયો રેકોર્ડિંગ, મેસેજ, સ્ટોરેજ, કીલોક, કોલિંગ અને લોકેશન જેવી માહિતીનો સમાવેશ થાય છે. માહિતી લીધા પછી, આ માલવેર તેને હેકર્સના સર્વર પર સ્ટોર કરે છે. તે પછી હેકર્સ તમારા એકાઉન્ટમાં ઘૂસી જાય છે. આ માલવેર સિમ સ્વેપિંગ પણ કરી શકે છે.

આ પણ વાંચો: Viral: ઝેબ્રાના શિકારના ચક્કરમાં સિંહને પડી જોરદાર લાત, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: Corona Updates: યુકેમાં કોવિડ કેસ એક અઠવાડિયામાં 77% વધીને 1 લાખથી વધુ થયા

g clip-path="url(#clip0_868_265)">