AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંધ LIC Policy એક્ટિવેટ કરવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં, LIC Revival Campaign આપશે વિશેષ લાભ, વાંચો સંપૂર્ણ માહિતી

જીવન વીમા નિગમ (LIC) એ આ મુશ્કેલ સમયમાં જોખમ સામે કવચ પ્રદાન કરવાનું ચાલુ રાખવા માટે લેપ્સ થઇ ગયેલી પોલિસીઓને ફરીથી સક્રિય કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2023 સુધી લેપ્સ પર્સનલ પોલિસીઓ માટે Special Revival Campaign શરૂ થઈ રહ્યું છે.

બંધ LIC Policy એક્ટિવેટ કરવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં,  LIC Revival Campaign આપશે વિશેષ લાભ, વાંચો સંપૂર્ણ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 7:37 AM
Share

જીવન વીમા નિગમ (LIC) એ આ મુશ્કેલ સમયમાં જોખમ સામે કવચ પ્રદાન કરવાનું ચાલુ રાખવા માટે લેપ્સ થઇ ગયેલી પોલિસીઓને ફરીથી સક્રિય કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2023 સુધી લેપ્સ પર્સનલ પોલિસીઓ માટે Special Revival Campaign શરૂ થઈ રહ્યું છે.

ઝુંબેશ દરમિયાન પોલિસીને એક્ટિવ કરવા પરLIC તેના ગ્રાહકોને ડિસ્કાઉન્ટનો લાભ પણ આપશે જે 4,000 રૂપિયા સુધી હોઈ શકે છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને જણાવ્યું છે કે એક ખાસ ઝુંબેશ હેઠળ તે ગ્રાહકોને લેપ્સ્ડ પોલિસીને ફરીથી એક્ટિવેટ કરવા માટે લેટ ફી પર આકર્ષક છૂટ આપી રહી છે.

નિયત શરતો અને મર્યાદાઓને આધીન પ્રથમ અવેતન પ્રીમિયમની તારીખથી 5 વર્ષની અંદર આ Special Revival Campaign હેઠળ પાત્ર LIC પોલિસી રિવાઇવ રી શકાય છે.

આ વિશેષ સુવિધા મળશે

જો પોલિસીધારકે ઓછામાં ઓછા ત્રણ સંપૂર્ણ વર્ષ માટે પ્રિમીયમ ચૂકવ્યા હોય અને પછી તેમ કરવાનું બંધ કરી દે તો સંપૂર્ણ પોલિસીની રકમ અચુક પ્રીમિયમ અને મૃત્યુની તારીખ સુધી કમાયેલ વ્યાજ બાદ કરીને ચૂકવવામાં આવશે.

LICની વેબસાઈટ મુજબ આ પેમેન્ટ ગેરેન્ટી લાગુ પડે છે જો વીમાધારક વ્યક્તિનું પ્રથમ અવેતન પ્રીમિયમની નિયત તારીખના 6 મહિનાની અંદર મૃત્યુ થાય છે. જો પોલિસીધારકે ઓછામાં ઓછા 5 વર્ષ માટે પ્રિમીયમ ચૂકવ્યા હોય અને પછી તેમ કરવાનું બંધ કરી દે તો સંપૂર્ણ પોલિસીની રકમ અચુક પ્રીમિયમ અને મૃત્યુની તારીખ સુધીના વ્યાજને બાદ કર્યા પછી ચૂકવવામાં આવશે. આ ચુકવણી ગેરંટી લાગુ પડે છે જો વીમાધારક વ્યક્તિ પ્રથમ અવેતન પ્રીમિયમની નિયત તારીખના 12 મહિનાની અંદર મૃત્યુ પામે છે.

આ પણ વાંચો : Online gaming : ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ

આ શરતોનું પાલન કરવું પડશે

જો મંજૂર દિવસોની અંદર પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો વીમા પોલિસી સમાપ્ત થઈ જાય છે. એલઆઈસીને સતત વીમાપાત્રતાના પુરાવા સબમિટ કરવા અને સમયાંતરે નિર્ધારિત દરે વ્યાજ સહિત તમામ પ્રીમિયમની ચૂકવણી કરવા પર યોજનાની શરતો અનુસાર વીતી ગયેલી પોલિસી પુનઃસ્થાપિત કરી શકાય છે. જો કે, પોલિસીને રીવાઈવ કરવાના હેતુ માટે જરૂરી વિશેષ અહેવાલો સહિત તબીબી અહેવાલોનો ખર્ચ વીમાધારક વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">