Petrol Diesel price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાં કોઈ રાહત નહી, નિર્મલા સીતારમણે ટેક્સ ન ઘટાડવાનું આપ્યું આ કારણ

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 8:30 PM

સીતારામને કહ્યું કે સરકાર દર વર્ષે હજારો કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ઓઇલ બોન્ડ પર 60,000 કરોડ રૂપિયા માત્ર વ્યાજ તરીકે ચૂકવ્યા છે.

Petrol Diesel price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાં કોઈ રાહત નહી, નિર્મલા સીતારમણે ટેક્સ ન ઘટાડવાનું આપ્યું આ કારણ
નીર્મલા સીતારમણ ( File Image)

Petrol Diesel price: પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે ત્યારે આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હાલમાં તેના પર કોઈ ટેક્સ ઘટાડવામાં આવશે નહીં. નાણામંત્રીએ જણાવ્યું કે આ સમયમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં કોઇ રાહત નહીં મળી શકે. આ સાથે તેમણે કારણ પણ જણાવ્યું અને કહ્યું કે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા.

તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની સરકાર તેલના ભાવ ઘટાડવા માટે આવી કોઈ યુક્તિ અપનાવશે નહીં. સીતારામને કહ્યું કે સરકાર દર વર્ષે હજારો કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ઓઇલ બોન્ડ પર 60,000 કરોડ રૂપિયા માત્ર વ્યાજ તરીકે ચૂકવ્યા છે. આટલી ચૂકવણી છતાં, 1.30 લાખ કરોડની મુખ્ય રકમ હજુ બાકી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યએ સંયુક્ત રીતે આ ઓઇલ બોન્ડ અંગે નિર્ણય લેવો પડશે.

આર્થિક સુધારા અંગે નાણામંત્રીએ કહ્યું કે આવનારી તહેવારોની સિઝનમાં આર્થિક ક્ષેત્રે સારા સમાચાર આવશે. તેમણે કહ્યું કે અમારા પ્રયત્નો  છે કે અમે ત્રીજી લહેરને રોકી શકાય અને તેની ઘાતકતા ઘટાડી શકાય. રસીકરણની મદદથી લોકોનો આત્મવિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. આગામી તહેવારોની સિઝનમાં માંગ વધશે અને આર્થિક સુધારાને વેગ મળશે. ફુગાવા અંગે તેમણે કહ્યું હતું કે ફુગાવાનો દર 2-6 ટકાની રેન્જમાં રહે તેવી પૂરી શક્યતા છે. રાજકોષીય પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે સરકાર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ હાલમાં લોન લેવામાં આવી રહી છે.

આવકવેરાની નવી વેબસાઇટમાં સતત થતી સમસ્યાઓ અંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ સમસ્યા આગામી કેટલાક દિવસોમાં ઉકેલાઇ જશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર ગંભીર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે, અન્ય કેટલીક છે જે શક્ય તેટલી વહેલી તકે ઉકેલાઈ જશે.

મહેસૂલ સચિવ ટેક્સ પોર્ટલની ખામીઓ પર સતત નજર રાખી રહ્યા છે. હવે જૂના પોર્ટલ પર પાછા જવું શક્ય નથી, કારણ કે તેનાથી ઘણી મૂંઝવણ પેદા થશે. નંદન નિલેકણી દર અઠવાડિયે વેબસાઈટ પર ચાલી રહેલા કામ અંગે મેસેજ કરે છે. જો ટેક્સ રિટર્નની કોઈ સમયમર્યાદા લંબાવવામાં આવે તો તમને સૂચિત કરવામાં આવશે.

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણ 25 ઓગસ્ટે પબ્લીક સેક્ટરની બેન્કોના પ્રમુખોને મળશે, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati