નવા વર્ષમાં નવો ઝટકો: ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન જાન્યુઆરીથી મોંઘા થશે, 10 ટકા સુધી વધશે ભાવ

નવા વર્ષમાં એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને અન્ય ઘરના ઉપકરણોના ભાવમાં 10 ટકાનો વધારો થઈ શકે છે.

નવા વર્ષમાં નવો ઝટકો: ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન જાન્યુઆરીથી મોંઘા થશે, 10 ટકા સુધી વધશે ભાવ

નવા વર્ષમાં એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને અન્ય ઘરના ઉપકરણોના ભાવમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. આનું મુખ્ય કારણ તાંબુ, એલ્યુમિનિયમ અને સ્ટીલના ભાવમાં વધારો છે. આ ઉપરાંત દરિયાઈ અને હવાઈ ભાડુ પણ વધ્યું છે. ઉત્પાદકોનું કહેવું છે કે વૈશ્વિક વિક્રેતાઓ તરફથી સપ્લાય ઓછો થવાને કારણે ટીવી પેનલ્સના ભાવમાં 200 ટકાનો વધારો થયો છે, જ્યારે ક્રૂડના વધતા ભાવને કારણે પ્લાસ્ટિક પણ મોંઘા થયા છે. આને કારણે, પેનાસોનિક ઈન્ડિયા, એલજી અને થોમસને જાન્યુઆરીથી તેમના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ત્યાંજ સોનીએ કહ્યું કે તે હાલ પરિસ્થિતિનું ધ્યાન રાખી રહી છે, તે પછી તે ભાવ વધારા અંગે નિર્ણય લેશે.

 

જાણો કઈ કંપનીએ ભાવમાં વધારો કર્યો

પેનાસોનિક ઈન્ડીયાના પ્રમુખ અને સીઈઓ મનીષ શર્માએ જણાવ્યું હતું કે, ઉત્પાદન કિંમતમાં વધારાને કારણે તેમના ઉત્પાદનો મોંઘા થશે. પેનાસોનિકના ઉત્પાદના ભાવ જાન્યુઆરીમાં 6થી 7 ટકા વધી શકે છે. ત્યાં જ એલજી ઈલેક્ટ્રોનિક્સના તમામ ઉત્પાદનો 1 જાન્યુઆરીથી 7થી 8 ટકા વધુ મોંઘા થશે. આમાં ટીવી, વોશિંગ મશીન અને ફ્રીજ શામેલ છે. એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના વી.પી. (હોમ એપ્લાયન્સિસ) વિજય બાબુએ જણાવ્યુ હતુ કે, કાચા માલના ભાવમાં અને ધાતુઓમાં તાબા અને એલ્યુમિનિયમમાં વધારો થયો છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, તેથી પ્લાસ્ટિક મટિરિયલ્સની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આની ભરપાઈ કરવા માટે કિંમતમાં વધારો કરવો જરૂરી છે.

 

સોની હજુ રાહ જોશે

સોની ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ નય્યરે જણાવ્યું હતું કે કંપની હાલમાં ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. ભાવ વધારા અંગે કંપનીએ આખરી નિર્ણય લેવાનો બાકી છે. જો કે, સોનીએ સંકેત આપ્યો છે કે તે પણ ભાવમાં વધારો કરશે. નય્યરે કહ્યું કે હજી સુધી કંઈ સ્પષ્ટ નથી થયું અને કિંમતોમાં કેટલો વધારો કરવો તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

આ કંપનીઓ પણ ભાવમાં વધારો કરશે

ફ્રેન્ચ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ થોમસન અને કોડકની બ્રાન્ડ સુપર પ્લાસ્ટ્રોનિક્સનું કહેવુ છે કે ટીવી ઓપનસેલની કિંમતમાં 200 ટકાનો વધારો થયો છે. કંપનીનું કહેવું છે કે બજારમાં પણ તેનો અભાવ છે તો થોમસન અને કોડકે જાન્યુઆરીથી એન્ડ્રોઈડ ટીવીના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો: કાયદાના જાણકાર છો તો મોટી કંપનીઓ સાથે કામ કરવાની તક, વાંચો આ પોસ્ટ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati