AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Wage Code: ખાનગી કર્મચારીઓનો બેઝિક સેલેરી વધશે! જાણો 1 ઓક્ટોબરથી શું ફેરફાર આવી રહ્યા છે

વેતન કોડના નવા નિયમો અનુસાર કર્મચારીઓનો બેઝિક પગાર કુલ પગારના 50% અથવા કોસ્ટ ટૂ કંપની (CTC) હોવો જોઈએ, આ કરતા ઓછું હોઈ શકે નહીં. અત્યારે મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓનો બેઝિક ઓછો રાખે છે અને ભથ્થાઓની સંખ્યા વધારે રહે છે.

New Wage Code: ખાનગી કર્મચારીઓનો બેઝિક સેલેરી વધશે! જાણો 1 ઓક્ટોબરથી શું ફેરફાર આવી રહ્યા છે
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:49 AM
Share

New Wage Code: નવા વેતન કોડના અમલ પછી પગારદાર કર્મચારીઓના જીવનમાં ઘણા મોટા પરિવર્તન આવશે. સૌથી મોટી અસર તેમના પગાર પર થવાની સંભાવના છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નવા વેતન કોડના અમલ બાદ કર્મચારીઓનો ટેક હોમ સેલેરી ઘટશે. પરંતુ એવી પણ ચર્ચા છે કે કર્મચારીઓના બેઝિક સેલેરીમાં વધારો થઇ શકે છે.

1 ઓક્ટોબરથી કર્મચારીઓ માટે શું બદલાવ આવશે? વેતન કોડના નવા નિયમો અનુસાર કર્મચારીઓનો બેઝિક પગાર કુલ પગારના 50% અથવા કોસ્ટ ટૂ કંપની (CTC) હોવો જોઈએ, આ કરતા ઓછું હોઈ શકે નહીં. અત્યારે મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓનો બેઝિક ઓછો રાખે છે અને ભથ્થાઓની સંખ્યા વધારે રહે છે. પરંતુ નવો વેતન કોડ લાગુ થતાંની સાથે જ હાલની સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે. કંપનીઓએ કર્મચારીઓના CTCના બેઝિક પગારમાં 50 ટકા કે તેથી વધુ રકમ રાખવી પડશે. બાકીના 50% માં કર્મચારીઓને મળતા તમામ ભથ્થાં આવશે.

બેઝિક સેલેરી 21,000 રૂપિયા કરવાની માંગ PF અને ગ્રેચ્યુઇટીમાં કર્મચારીઓનું યોગદાન વધશે પરંતુ ટેક હોમ સેલેરીમાંઘટાડો થશે. મજૂર સંગઠનો માંગ કરી રહ્યા હતા કે મજૂર સંહિતાના નિયમો અંગે કર્મચારીઓના લઘુતમ મૂળભૂત પગારને રૂ 15000 થી વધારીને 21000 કરવામાં આવે. જો આવું થાય તો ખાનગી કંપનીઓમાં કામ કરતા પગારદાર વર્ગનો પગાર વધશે. હાલના નિયમો અનુસાર દર મહિને 15,000 રૂપિયાથી વધુ મેળવતા કર્મચારીઓ માટે PF ફરજિયાત નથી. જો પગાર રૂ 15,000 થી વધુ છે તો વાસ્તવિક પગાર પર PFનું યોગદાન એમ્પ્લોયર અને કર્મચારી તરફથી સ્વૈચ્છિક છે.

નવા વેતન કોડનો અમલ આ વર્ષે 1 એપ્રિલથી થવાનો હતો પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યો હતો. કેટલાક રાજ્ય હજી સુધી તેનો અમલ કરવા તૈયાર નથી. હવે તેનો અમલ ઓક્ટોબરમાં થઈ શકે છે. જ્યારે નવો વેતન કોડ લાગુ કરવામાં આવશે ત્યારે કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર કરવામાં આવશે. ઓગસ્ટ 2019 ના રોજ સંસદે ત્રણ શ્રમ સંહિતા, ઔદ્યોગિક સંબંધો, કામની સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષાથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા. આ નિયમો સપ્ટેમ્બર 2020 માં પસાર કરવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">