New Telecom Bill : વોટ્સએપ, એફબી મેસેન્જર, ટેલિગ્રામ કૉલ્સ કાયદાના દાયરામાં આવશે, OTTની મનમાની નહી ચાલે

|

Sep 23, 2022 | 12:53 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓટીટીની મનમાની પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર એક નવું ટેલિકોમ ડ્રાફ્ટ બિલ લઈને આવી રહી છે. આ અંગે ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે નવો ટેલિકોમ કાયદો ટેલિકોમ ઉદ્યોગને પુનર્જીવિત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ આપશે.

New Telecom Bill : વોટ્સએપ, એફબી મેસેન્જર, ટેલિગ્રામ કૉલ્સ કાયદાના દાયરામાં આવશે, OTTની મનમાની નહી ચાલે
WhatsApp call, FB Messenger call, Telegram calls will come under the law

Follow us on

ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) જણાવ્યું હતું કે નવું ટેલિકોમ બિલ (New Telecom Bill), ટેલિકોમ ઉદ્યોગને પુનર્જીવિત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ આપશે. આ બિલમાં ટેલિકોમ સેવાના ભાગ રૂપે OTTનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે બિલમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સની ફી અને દંડ માફ કરવાની જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓટીટીની મનમાની પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર એક નવું ટેલિકોમ ડ્રાફ્ટ બિલ લઈને આવી રહી છે. આ અંગે ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે નવો ટેલિકોમ કાયદો ટેલિકોમ ઉદ્યોગને પુનર્જીવિત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ આપશે.

પબ્લિક અફેર્સ ફોરમ ઓફ ઈન્ડિયાની એક ઈવેન્ટમાં બોલતા આઈટી મંત્રીએ કહ્યું કે આગામી દોઢથી બે વર્ષમાં સરકાર ડિજિટલ રેગ્યુલેટરી ફ્રેમવર્કને સંપૂર્ણપણે સુધારી શકશે. જેનો ઉદ્દેશ્ય સામાજિક ઉદ્દેશ્યોને સંતુલિત કરવાનો છે. આ સાથે વૈષ્ણવે કહ્યું કે આગામી 25 વર્ષ સર્વસમાવેશક વૃદ્ધિનો સમયગાળો હશે અને રોકાણ એ વૃદ્ધિનું પ્રાથમિક સાધન હશે. નવા બિલ અનુસાર, વોટ્સએપ, ઝૂમ અને ગૂગલ ડ્યૂઓ જેવી કોલિંગ અને મેસેજિંગ સેવાઓ પૂરી પાડતા OTTને દેશમાં ઓપરેટ કરવા માટે લાયસન્સની જરૂર પડી શકે છે.

નવા કાયદામાં OTTનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

આ બિલમાં ટેલિકોમ સેવાના ભાગ રૂપે OTTનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમામ પ્રકારની સોશિયલ મીડિયા એપ્સ અને OTT પ્લેટફોર્મ ફ્રેમવર્કમાં નહોતા, જેના કારણે મનસ્વી સામગ્રી સરળતાથી ચલાવવામાં આવતી હતી. પરંતુ હવે તેના પર અંકુશ લાવવા માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સરકારે બિલમાં ટેલિકોમ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સની ફી અને દંડ માફ કરવાની જોગવાઈનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જો ટેલિકોમ અથવા ઇન્ટરનેટ પ્રદાતા તેનું લાઇસન્સ સરન્ડર કરે તો ફીના રિફંડની જોગવાઈનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સેવાઓને વધુ કડક કરવામાં આવશે

ટેલિકોમનો નવો કાયદો આવવાથી, ઘણી પ્રકારની સેવાઓ કાયદાના દાયરામાં આવશે, જેમાં ઇન્ટરનેટ આધારિત સંચાર સેવા, ઇન-ફ્લાઇટ અને મેરીટાઇમ કનેક્ટિવિટી, આંતરવ્યક્તિત્વ સંચાર સેવા, વૉઇસ કૉલ્સ, વીડિયો કૉલ્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપ, સિગ્નલ અને અન્ય ઘણા પ્લેટફોર્મ ઓવર ટોપ સર્વિસ હેઠળ આવે છે.

વોટ્સએપ, ફેસબુક મેસેન્જર સહિતની ઘણી એપ્સ ઇન્ટરનેટ કોલિંગ અને મેસેજિંગની સુવિધા માટે જાણીતી છે. આ એપ્સ ટેલિકોમ કંપનીઓના સમાન સેવાઓ પૂરી પાડે છે. ટેલિકોમ કંપનીઓને ભારત સરકાર પાસેથી લાઇસન્સ લેવું પડે છે. પરંતુ હવે સરકાર પ્રસ્તાવ લાવી રહી છે કે કોલિંગ અને મેસેજિંગ સર્વિસ આપતી એપને પણ લાયસન્સ લેવું પડી શકે છે. આ માટે ટેલિકોમ બિલ 2022ના ડ્રાફ્ટમાં ઓટીટીને ટેલિકોમ્યુનિકેશન સર્વિસના ભાગ રૂપે સામેલ કરવામાં આવ્યું છે. બુધવારે બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ બિલ અનુસાર સંબંધિત કંપનીઓએ ટેલિકોમ સેવાઓ અને ટેલિકોમ નેટવર્ક માટે લાયસન્સ લેવું પડશે.

Next Article