નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા સરકારી કંપનીઓમાં હિસ્સેદારી વેચી શકે છે સરકાર, ૧ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું આયોજન

નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા સરકારી કંપનીઓમાં હિસ્સેદારી વેચી શકે છે સરકાર, ૧ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું આયોજન

કોરોનાકાળમાં રૂપિયા મેળવવા માત્ર આમ આદમીની જ નહિ પરંતુ સરકારની પણ સમસ્યા બની છે. બજારની ખરાબ સ્થિતિ છતાં  પણ કેન્દ્ર સરકાર આ વર્ષે એક લાખ કરોડ રૂપિયા એકત્ર કરવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળી રહ્યું  છે.  સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા શેર વેચીને નાણાં એકત્રિત કરવામાં આવશે.

આ નાણાકીય વર્ષમાં સરકારે બજેટમાં 2.1 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ હાલના સંજોગોને જોતા ૧ લાખ કરોડ રૂપિયા એકત્રિત કરાશે.

મોટી કંપનીઓમાં અંદાજિત આવક કરતા ઓછી રકમ મળશે

સૂત્રો અનુસાર સરકારી તેલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ , કન્ટેઈનર કોર્પોરેશન  અને આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો વેચ્યા પછી પણ સરકાર નાણાં એકત્રીકરણના લક્ષ્યથી પાછળ રહી શકે છે. કેન્દ્ર સરકારે બીજા ભાગમાં 12 લાખ કરોડ રૂપિયાની વધેલી ઉધાર મર્યાદામાં ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે.  સરકારે એલઆઈસીમાં 10% હિસ્સો વેચીને 80,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું.

એર ઇન્ડિયાનો ખરીદદાર મળતો નથી

કોરોના મંદીના ભરડા બાદ ચાલુ નાણાકીય વર્ષમાં લક્ષ્ય હાંસલ કરવું સરળ નથી.  એર ઇન્ડિયા હજી સુધી વેચાઇ નથી. ડીલ ન થવાથી  કારોબાર ચાલુ રાખવાના કારણે સરકારની આવકમાં પણ ઘટાડો થશે. વર્તમાન નાણાકીય વર્ષના 6 મહિના પૂર્ણ થઈ ગયા છે પણ  સરકાર બીપીસીએલમાં હિસ્સો પણ વેચી શકી નથી. સરકારે BPCLમાં 52.98% હિસ્સો વેચવાનો ટાર્ગેટ લીધો હતો.નવેમ્બર 2019 માં સરકારને આ શેરમાંથી 60 હજાર કરોડ મળતા હતા તેના બદલે હવે 39 હજાર 69 કરોડ રૂપિયા મેળવી શકે છે.

 Offer for sale દ્વારાસરકારી હિસ્સો વેચવા પ્રયાસ 
સરકાર Offer for sale દ્વારા IRCTC માં લગભગ 15% હિસ્સો વેચી શકે છે. આ નિર્ણય  3,200 કરોડ રૂપિયા અપાવી શકે છે. OFS દ્વારા મિશ્ર ધાતુ નિગમ મિધાની માં 10% હિસ્સોનું વેચાણ કરી  400 કરોડ રૂપિયા મેળવવાની ધારણા કરી રહી છે. સરકાર ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશનના આઈપીઓથી 4000 કરોડ અને રેલટેલના આઈપીઓથી 1000 કરોડ રૂપિયા મેળવવા પણ અંદાજ લગાવી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati