AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani ની કંપની બોન્ડ માર્કેટમાંથી દેશના ઈતિહાસમાં સૌથી વધુ નાણાં એકત્ર કરશે,રૂપિયા 5000 કરોડના બોન્ડ ઈશ્યુ કરાશે

Jio 2016 માં મુકેશ અંબાણીએ લોન્ચ કર્યું હતું. જિયોએ મફત કૉલ્સ અને ખૂબ જ સસ્તો ડેટા ઓફર કર્યો અને ભારતીય ટેલિકોમ માર્કેટમાં હલચલ મચાવી હતી.

Mukesh Ambani ની કંપની બોન્ડ માર્કેટમાંથી દેશના ઈતિહાસમાં સૌથી વધુ નાણાં એકત્ર કરશે,રૂપિયા 5000 કરોડના બોન્ડ ઈશ્યુ કરાશે
Mukesh Ambani - Chairman , RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 7:58 AM
Share

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ(Reliance Jio Infocomm) ભારતના ઈતિહાસમાં સૌથી મોટા બોન્ડ ઈશ્યુ કરવાની યોજના બનાવી રહી છે. રિલાયન્સ જિયો રૂ.5000 કરોડના બોન્ડ જારી કરશે. બોન્ડની પાકતી મુદત 5 વર્ષની હશે અને કૂપન રેટ જેને વ્યાજ દર કહેવાય છે તે 6.2 ટકા હશે.

ભારતીય કંપનીઓ બોન્ડ જારી કરીને પોતાના માટે ભંડોળ એકત્ર કરી શકે છે. આ બે રીતે કરી શકાય છે. પહેલું ફંડ રાઈઝિંગ ફોરેન કરન્સીમાં હશે અને બીજું ફંડ રાઈઝિંગ ઈન્ડિયન કરન્સીમાં હશે. અંબાણી ભારતીય ચલણમાં 50 અબજ રૂપિયાના બોન્ડ જારી કરશે. અગાઉ Jio એ જુલાઈ 2018 માં સ્થાનિક બજારમાં લોકર કરન્સી બોન્ડ જારી કર્યા હતા. આ બોન્ડ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની તેની નાણાકીય જવાબદારીને પહોંચી વળવા માટે કરશે.

જીઓની એન્ટ્રી સાથે ઘણાંએ મેદાન છોડ્યું

Jio 2016 માં મુકેશ અંબાણીએ લોન્ચ કર્યું હતું. જિયોએ મફત કૉલ્સ અને ખૂબ જ સસ્તો ડેટા ઓફર કર્યો અને ભારતીય ટેલિકોમ માર્કેટમાં હલચલ મચાવી હતી. પ્રાઇસ વોરની આ રમત એ હદે ચાલી કે આ ક્ષેત્રના ઘણા ખેલાડીઓ ધીમે ધીમે મેદાન છોડી ગયા. અત્યારે ટેલિકોમ સેક્ટરમાં માત્ર ત્રણ જ કંપનીઓ છે – જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા.

રિલાયન્સ જિયો ડેટ માર્કેટમાંથી ફંડ એકત્ર કરશે

મીડિયાના અહેવાલ અનુસાર જિયોએ ફંડ એકત્ર કરવા માટે ડેટ માર્કેટનો આશરો લીધો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય રિઝર્વ બેન્ક બેન્કિંગ સિસ્ટમમાં એક્સેસ લિક્વિડિટી ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે. પરિણામે AAA રેટિંગવાળા પાંચ વર્ષના કોર્પોરેટ બોન્ડ્સ પર વ્યાજ દર 9 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. અહીં રિલાયન્સ જિયો 5G સેવામાં પ્રવેશ માટે ઉત્સુક છે. માર્ચ 2021 માં કંપનીએ એરવેબ્સને 8 અબજ ડોલર અથવા લગભગ રૂ. 60,000 કરોડના ખર્ચે ખરીદ્યું હતું.

મૂડીઝે BAA2 રેટિંગ આપ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોન્ડ માર્કેટમાંથી પણ નાણાં એકત્ર કરશે. રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અલગ-અલગ અસુરક્ષિત બોન્ડમાં 5 અબજ ડોલર ની રકમ જારી કરવાની મંજૂરી આપી છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પ્રસ્તાવિત યુએસ ડોલર આધારિત અસુરક્ષિત બોન્ડને સ્થિર આઉટલૂક સાથે BAA2 રેટિંગ આપ્યું હતું.

આ પણ વાંચો : SBIએ IMPS ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખથી વધારીને 5 લાખ કરી, બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે

આ પણ વાંચો : રાહતના સમાચાર : OPEC દેશ ફેબ્રુઆરીથી તેલ ઉત્પાદનમાં દરરોજ 4 લાખ બેરલનો વધારો કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">