રોકાણકારો માટે આનંદના સમાચાર! LIC કરતાં પણ મોટો IPO આવી રહ્યો છે, મુકેશ અંબાણીની JIOને બજારમાં લાવવાની તૈયારી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) યોજનાઓમાં તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ (RJPL) અને RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) માટે અલગ અલગ IPOનો સમાવેશ થાય છે.

રોકાણકારો માટે આનંદના સમાચાર! LIC કરતાં પણ મોટો IPO આવી રહ્યો છે, મુકેશ અંબાણીની JIOને બજારમાં લાવવાની તૈયારી
Mukesh Ambani - Chairman, RIL (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:26 PM

ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરીને પૈસા કમાતા લોકો માટે સારા સમાચાર છે. મુકેશ અંબાણીની (Industrialist Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટેલિકોમ કંપની જીઓ (Jio) પણ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. હિન્દુ બિઝનેસ લાઇનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રિલાયન્સની આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન આ અંગેની જાહેરાત કરી શકે છે. અંબાણીની યોજનામાં તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ અને રિલાયન્સની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ  માટે અલગ અલગ આઈપીઓનો સમાવેશ થાય છે.

આ બંને કંપનીઓના IPO દ્વારા અંબાણી 50,000 કરોડ રૂપિયાથી 75,000 કરોડ રૂપિયાની વચ્ચે મોટી રકમ એકત્ર કરવા માગે છે. આ IPO પછી આ બંને કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં લિસ્ટિંગ સાથે બંને કંપનીઓનું વૈશ્વિક લિસ્ટિંગ થઈ શકે છે. રિલાયન્સ જિયો યુએસમાં નેસ્ડેક પ્લેટફોર્મ પર પણ લિસ્ટ થઈ શકે છે. નેસ્ડેક ટેક કંપનીઓ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટપ્લેસ છે.

દેશનો સૌથી મોટો આઈપીઓ

સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ રિટેલનો IPO ડિસેમ્બર 2022 સુધીમાં લોન્ચ થશે. આ પછી રિલાયન્સ જિયોના IPOનું લોન્ચ શક્ય છે. તમને જણાવી દઈએ કે 2020માં રિલાયન્સ જિયોએ ફેસબુક અને ગૂગલ સહિત 13 રોકાણકારોને 33 ટકા હિસ્સો વેચ્યો હતો. રિલાયન્સ આ બે કંપનીઓ દ્વારા અનુમાનિત રકમ વસૂલ એકઠી કરી લે છે તો આ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

હાલ LICનો IPO સૌથી મોટો આઈપીઓ છે

અત્યારે LICનો IPO સૌથી મોટો માનવામાં આવે છે. આ IPO 21 હજાર કરોડનો છે. LICના IPOનું લોન્ચિંગ 4 મેના રોજ થવાનું છે.  પ્રાઇસ બેન્ડ પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે LIC IPO પણ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. IPO ખુલે તે પહેલાં જ LICનો શેર રૂ. 45 થી 55ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ઈશ્યૂ કિંમત કરતાં 5 થી 7 ટકા વધુ છે. તમને જણાવી દઈએ કે LICની પ્રાઇસ બેન્ડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

જોકે, શેરબજારના નિષ્ણાતો કહે છે કે IPO આઉટપર્ફોર્મ કરશે કે નહીં તેની ખાતરી કરવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ યોગ્ય માપદંડ નથી. તેમણે રોકાણકારોને સલાહ આપી કે તેઓ માત્ર GMPને અનુસરવાને બદલે LICની બેલેન્સ શીટમાંથી પસાર થાય.

આ પણ વાંચો : ONDC : Amazon, Walmartને પછાડવા ભારત લોન્ચ કરશે ઇ-કોમર્સ નેટવર્ક

g clip-path="url(#clip0_868_265)">