અનંત અંબાણીના પ્રિ-વેડીંગમાં આવેલા મહેમાનો પર મુકેશ અંબાણીએ કર્યો ગિફ્ટનો વરસાદ, જાણો શું આપી ગિફ્ટ
જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ અંબાણીએ પોતાના મહેમાનોને મોંઘી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટસ મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મહેમાનોને શાનદાર ભેટ આપી છે. તેમને એલવી બેગ, સોનાની ચેઈન, ડિઝાઈનર શુઝ અને નાઈટવિયર જેવી આઈટમ પણ ભેટ કરી છે. આ ભેટના ફોટો ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા પર નજરે આવી રહ્યા છે.
દુનિયાના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેત્તરમાં જ તેમના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની યોજી હતી. આ ગ્રાન્ડ ફંક્શનમાં દેશ-વિદેશથી મોટા મોટા બિઝનેસમેન સામેલ થયા હતા. મુકેશ અંબાણી તેમના ઘરે કોઈ પણ ફંક્શનમાં મહેમાનોની આગતા-સ્વાગતામાં કોઈ કમી રાખતા નથી. પ્રી-વેડિંગમાં પહોંચેલા મહેમાન પર મુકેશ અંબાણીએ ભેટનો વરસાદ કર્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ અંબાણીએ મહેમાનોને ભેટમાં સોનાની ચેઈનથી લઈને ડિઝાઈનર શુઝ આપ્યા છે.
જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ અંબાણીએ પોતાના મહેમાનોને મોંઘી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટસ મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મહેમાનોને શાનદાર ભેટ આપી છે. તેમને એલવી બેગ, સોનાની ચેઈન, ડિઝાઈનર શુઝ અને નાઈટવિયર જેવી આઈટમ પણ ભેટ કરી છે. આ ભેટના ફોટો ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા પર નજરે આવી રહ્યા છે.
કસ્ટમ ડિઝાઈન હેન્ડબેગ
અંબાણી પરિવારે વનતારા એનિમલ રીહેબિલિટેશન સેન્ટરની સ્થાપનાનું પણ સન્માન કર્યુ. મહેમાનોને બોમ્બે આર્ટિસન કંપની તરફથી તૈયાર કરેલી કસ્ટમ-ડિઝાઈન હેન્ડબેગ આપવામાં આવ્યા. આ બેગ ક્રુએલ્ટી-ફ્રી લેધરથી બન્યા હતા. તેને સોનાના બકલ અને ચેઈનથી સજાવવામાં આવ્યા હતા. આ બેગ પર સિંહ, વાઘ, ચિત્તો, હાથી અને હરણ જેવા પ્રાણીઓના સિમ્બોલ હાથથી દોરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભેટમાં દષ્ટિવિહિન કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી અનોખી મહાબળેશ્વરની સનરાઈઝ કેન્ડલ્સનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ પોપસ્ટાર રિહાનાને પરફોર્મ કરવા માટે 74 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. ત્યારે દિલજિત દોસાંજને 4 કરોડ રૂપિયા મળ્યા હતા. તે સિવાય સલમાન, શાહરૂખ અને આમિર ખાને ફ્રીમાં પરફોર્મ કર્યુ હતું, તમને જણાવી દઈએ કે ત્રણેય ખાને પ્રથમ વખત આ રીતે એક સાથે સ્ટેજ શેયર કર્યુ હતું.