AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો સૌથી મોટો IPO લાવશે, જાણો વિગતવાર

SBI મ્યુચ્યુઅલ ફંડ વાસ્તવમાં SBI અને ફ્રાન્સની AMUNDI વચ્ચેનું સંયુક્ત સાહસ છે. AMUNDI એસેટ મેનેજમેન્ટ એ વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે.

SBI મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો સૌથી મોટો IPO લાવશે, જાણો વિગતવાર
State Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 8:35 AM
Share

મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)સેગમેન્ટની અન્ય એક કંપની શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. દેશની સૌથી મોટી બેંક SBI ને તેના મ્યુચ્યુઅલ ફંડ યુનિટમાં હિસ્સો ઘટાડવાની મંજૂરી મળી ગઈ છે. SBIને IPO દ્વારા SBI મ્યુચ્યુઅલ ફંડમાં તેનો હિસ્સો 6 ટકા ઘટાડવા માટે બેંકના સેન્ટ્રલ બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટી પાસેથી મંજૂરી મળી છે. જોકે તેને માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળવાની બાકી છે પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક મહિનામાં આ કંપનીનો IPO માર્કેટમાં દસ્તક આપી શકે છે.

IPO રોકાણ માટે સારી તક બની શકે છે SBI મ્યુચ્યુઅલ ફંડ એ દેશનું સૌથી મોટું ફંડ હાઉસ છે જેની AUM રૂ. 6 લાખ કરોડથી વધુ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ છે જ્યારે ફેબ્રુઆરી 2021માં આ આંકડો રૂ. 5 લાખ કરોડ હતો. SBI આ ઈશ્યુ દ્વારા 7500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે. જો નિષ્ણાતોનું માનીએ તો રોકાણકારો માટે આ કમાણીની તક સાબિત થઈ શકે છે. ઇક્વિટી99ના રાહુલ શર્માના જણાવ્યા અનુસાર FY21માં વાર્ષિક સરેરાશ AUM 35% વધ્યો છે જે ટોચના 6 ફંડ હાઉસમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં IPO માર્કેટમાં રોકાણકારો દ્વારા તેને સારી તક તરીકે જોઈ શકાય છે.

SBIMF MF સેગમેન્ટની પાંચમી લિસ્ટેડ કંપની બનશે હાલમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ચાર કંપનીઓ લિસ્ટેડ છે અને SBI MF આ લાઇનમાં પાંચમી કંપની હશે. અગાઉ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ લિસ્ટેડ છે અને આ વર્ષે બિરલા મ્યુચ્યુઅલ ફંડ ચોથી કંપની હતી જે લિસ્ટેડ થઈ હતી. SBI મ્યુચ્યુઅલ ફંડ ખરેખર SBI કેમ્પમાંથી લિસ્ટ થનારી ચોથી કંપની હશે. અગાઉ એસબીઆઈ સિવાય એસબીઆઈ લાઈફ અને એસબીઆઈ કાર્ડ્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ છે.

SBI MF એ SBIનું સંયુક્ત સાહસ છે SBI મ્યુચ્યુઅલ ફંડ વાસ્તવમાં SBI અને ફ્રાન્સની AMUNDI વચ્ચેનું સંયુક્ત સાહસ છે. AMUNDI એસેટ મેનેજમેન્ટ એ વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક છે. AMUNDIએ એપ્રિલ 2011માં SBI મ્યુચ્યુઅલ ફંડમાં 37 ટકા હિસ્સો ખરીદ્યો હતો. બાકીના 63 ટકા SBI પાસે છે. SBI SBI મ્યુચ્યુઅલ ફંડમાં 6 ટકાનું વેચાણ કરશે પરંતુ તે સ્પષ્ટ નથી કે પાર્ટનર ફ્રાન્સ કંપની પણ તેનો હિસ્સો ઘટાડશે કે નહિ

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : 15 હજારથી ઓછો પગાર ધરાવતા લોકોને મળશે સરકારી લાભ, 31 માર્ચ સુધીમાં આ યોજનામાં કરી લો રજીસ્ટ્રેશન

g clip-path="url(#clip0_868_265)">