AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: નાદારીનો કાયદો કેમ કાચો પડી રહ્યો છે?

MONEY9: નાદારીનો કાયદો કેમ કાચો પડી રહ્યો છે?

Divyesh Nagar
| Edited By: | Updated on: May 12, 2022 | 3:16 PM
Share

માંદી કંપનીઓમાં ફસાયેલા બેન્કોના અને લેણદારોનાં પૈસા રિકવર કરવાના હેતુસર લાવવામાં આવેલો ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) શા માટે સફળ નથી થયો? શા માટે બેન્કોને પૈસા પાછા નથી મળી રહ્યાં? કાયદામાં કચાશ છે કે અન્ય પરિબળો જવાબદાર છે?

કંપની ચલાવવી હોય તો, સરખી રીતે ચલાવો, નહીંતર ચાલતા થાવ. લેભાગુ માલિકોને કંઈક આવો જ સંદેશ આપવાના ઈરાદા સાથે લાવવામાં આવ્યો હતો ઈનસોલ્વન્સી (INSOLVENCY) એન્ડ બેન્કરપ્સી (BANKRUPTCY) કોડ એટલે કે, IBC.  કાયદાનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ હતો. જે ધંધો કરવામાં અસમર્થ હોય, તે બિસ્તરા-પોટલા બાંધી લે. જેથી બંધ પડેલા બિઝનેસમાં ફસાયેલી સંપત્તિનો ઉપયોગ અન્ય જગ્યાએ થઈ શકે અને બેન્કોના ફસાયેલા પૈસાની વૂસલાત થઈ શકે. પરંતુ અર્થતંત્રમાં વ્યાપેલી મંદી અને કોર્ટના ધક્કાથી થતાં વિલંબને કારણે, આ કાયદો પોતાનો જ હેતુ સિદ્ધ કરવામાં અસક્ષમ હોય તેવું લાગી રહ્યું છે. 

બેન્કોને તો ફસાયેલી લોનનો માંડ એક તૃતિયાંશ હિસ્સો જ પાછો મળ્યો છે. કૉર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના રાજ્યમંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે તાજેતરમાં જ સંસદમાં જણાવ્યું હતું કે, IBC હેઠળ 31 ડિસેમ્બર, 2021 સુધીમાં કુલ 457 કેસ ઉકેલાયા છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે, 444 કંપનીઓ સામે કુલ 7.54 લાખ કરોડ રૂપિયાના ક્લેમ થયા હતા, જેમાંથી બેન્કોએ માત્ર 2.5 લાખ કરોડ રૂપિયાની રિકવરી કરી છે. સૌથી ખરાબ ગાળો ઓક્ટોબરથી ડિસેમ્બર 2021નો હતો. આ ક્વાર્ટરમાં લેણદારોને માત્ર 13.41 ટકા રકમ મળી શકી.  કુલ 32,861.90 કરોડના ક્લેમ સામે માત્ર 4,406.76 કરોડ રૂપિયાની રિકવરી થઈ શકી. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિત ગુપ્તા કહે છે કે, ”આટલી ઓછી રિકવરી થવા પાછળ બે પરિબળ જવાબદાર છે. એક છે, કોર્ટના ધક્કા વધવાથી કેસ ઉકેલાવામાં થતો વિલંબ અને બીજું કારણ છે, અર્થતંત્રમાં મંદીને કારણે કંપનીઓની ક્ષમતા પર પડેલી નેગેટિવ અસર. પરિણામે, માંદી કંપનીઓને ખરીદવામાં કોઈ રસ દર્શાવતું નથી.”

નિયમ પ્રમાણે તો, 270 દિવસની અંદર નાદારીની કાર્યવાહી પૂરી કરવાની હોય છે. પરંતુ આંકડા દર્શાવે છે કે, 73 ટકા કેસમાં આ મર્યાદાનું પાલન થતું નથી. બેન્કોના અધિકારીઓ જણાવે છે કે, NCLTમાં અરજી કરતાંની સાથે જ, પ્રક્રિયામાં વિલંબનો સિલસિલો શરૂ થઈ જાય છે. 

આપણી પાસે કેટલીક મોટી કંપનીઓના ઉદાહરણો પણ છે. સૌથી પહેલું નામ છે સુપરટેક. આ કંપનીને હજુ એકાદ સપ્તાહ પહેલાં જ નાદાર જાહેર કરવામાં આવી, પણ તેનો કેસ તો છેક ડિસેમ્બર 2019થી પેન્ડિંગ હતો. બીજું નામ છે જયપ્રકાશ એસોસિયેટ. IBC હેઠળ તેની સામે છેક સપ્ટેમ્બર 2018થી કેસ ચાલુ છે. ત્રીજું નામ છે જેપી ઈન્ફ્રા. આ કંપની સામે કાર્યવાહી કરવા માટે તો બેન્કિંગ નિયમનકાર RBIએ IBCને સૂચના આપવી પડી હતી અને તેનો કેસ છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ છે. આ વિલંબને લીધે જ, IBCની સફળતાની ગાથામાં અસફળતાના અધ્યાય ઉમેરાઈ રહ્યાં છે અને તેનું આકર્ષણ ઘટી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">