મહિલાઓ માટે અગત્યની વાત : આ 5 મહત્વના દસ્તાવેજો ધ્યાનમાં રાખજો, તકલીફના સમયમાં આશીર્વાદરૂપ સાબિત થશે
મહિલાઓ તેમની નાણાકીય જવાબદારી સંભાળે તેમજ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તે સામે લડવા માટે તૈયાર રહે તે જરૂરી છે.
પરંપરાગત રીતે નાણાંકીય જવાબદારી પુરુષ ઉઠાવતા રહ્યા છે. વહીવટમાં યોગદાન ન હોવાના કારણે સામાન્ય રીતે મહિલાઓ જ્યારે નાણાકીય બાબતોની વાત આવે ત્યારે રસ લેવાનું ટાળે છે. આજના સમયની માંગ છે કે સમય છે કે મહિલાઓ તેમની નાણાકીય જવાબદારી સંભાળે તેમજ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તે સામે લડવા માટે તૈયાર રહે તે જરૂરી છે. તમારા જીવનને આર્થિક રીતે સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસમાં અહીં દરેક સ્ત્રીને લગતા દસ્તાવેજોની યાદી જણાવી રહ્યા છે જે સંકટ સમયની સાંકળ બની શકે છે.
1. જીવન વીમા દસ્તાવેજો જીવન વીમા પોલિસીઓ અને પોલિસી દસ્તાવેજો ક્યાં રાખવામાં આવે છે તે જાણવા માટે તમારા જીવનસાથી સાથે વાત કરવી જોઈએ. ફિઝિકલ દસ્તાવેજો ઉપરાંત તમારે વીમા પોલિસીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પણ રાખવી જોઈએ જેથી તમારી પાસે એક છત્ર હેઠળ તમામ પોલિસીની એક્સેસ થઈ શકે.
2. હેલ્થ કાર્ડ કોઈપણ કટોકટી સામે લડવા માટે તમારા અને તમારા પરિવારના સભ્યોનું આરોગ્ય વીમા કાર્ડ હાથમાં રાખવું હંમેશા વધુ સારું છે. થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) ની વિગતો જેમ કે ફોન નંબર અને સરનામું હાથમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી કટોકટીની સ્થિતિમાં તમે કેશલેસ મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવી શકો.
3. મિલકત દસ્તાવેજો ઘર સૌથી મોટું રોકાણ છે. તેથી તમારી પાસે યોગ્ય ફાઇલ હોવી જોઈએ જ્યાં ઘર સહીત મિલકતના તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. મિલકતના દસ્તાવેજો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો જીવનસાથી અકાળે મૃત્યુ પામે તે કિસ્સામાં જીવનસાથી અસ્કયામતોના ટ્રાન્સફરને લગતા ઘણા મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે.
4. ઇન્વેસ્ટમેન્ટ ડોક્યુમેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટના તમામ કાગળો એકસાથે રાખો કારણ કે વળતર સમયે તે જરૂરી બને છે. તેવી જ રીતે લોકર અને અન્ય જરૂરી કાગળો અને લોકર ચાવીઓ બંને ભાગીદારોના જાણમાં હોવી જોઈએ જેથીકપરા સંજોગોનો સામનો કરી શકાય.
5. વસિયતનામું વસિયતનામું એ એક દસ્તાવેજ છે જેમાં વ્યક્તિના મૃત્યુ પછી સંપત્તિના વિતરણ માટેની ઇચ્છાઓ હોય છે. જો વ્યક્તિ મૃત્યુ પામે તો તે અદાલતના કેસો સાથે સંકળાયેલા વિવાદો તરફ દોરી શકે છે. તેથી તે વીલ બનાવે છે. પરિવારના તમામ સભ્યોને તેના ઠેકાણા વિશે જણાવવા સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Share Market : ઐતિહાસિક સ્તરે કારોબાર બંધ થયો, Sensex 60,836 સુધી ઉછળ્યો