AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : ઐતિહાસિક સ્તરે કારોબાર બંધ થયો, Sensex 60,836 સુધી ઉછળ્યો

આજે સેન્સેક્સ 452 પોઈન્ટ અથવા 0.75% વધીને 60,737 અને નિફ્ટી 170 પોઈન્ટ અથવા 0.94% વધીને 18,162 ના સ્તર પર બંધ થયા છે. આજે સેન્સેક્સ 60,619 અને નિફ્ટી 18,097 પર ખુલ્યો હતો.

Share Market : ઐતિહાસિક સ્તરે કારોબાર બંધ થયો, Sensex 60,836 સુધી ઉછળ્યો
stock market
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:49 PM
Share

સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર(Share Market)માં શાનદાર તેજી જોવા મળી હતી. આ તેજી સાથે બજારો રેકોર્ડ ઉંચાઈએ બંધ થયા હતા. વેપાર દરમિયાન બજારે એક નવો રેકોર્ડ બનાવ્યો અને સેન્સેક્સ 60,836 અને નિફ્ટી 18,197 સુધી ઉપલા સ્તરે પહોંચ્યા હતા. બજાર સતત પાંચમા દિવસે વૃદ્ધિ સાથે બંધ થયું છે.

આજે સેન્સેક્સ 452 પોઈન્ટ અથવા 0.75% વધીને 60,737 અને નિફ્ટી 170 પોઈન્ટ અથવા 0.94% વધીને 18,162 ના સ્તર પર બંધ થયા છે. આજે સેન્સેક્સ 60,619 અને નિફ્ટી 18,097 પર ખુલ્યો હતો.સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ફાયદા સાથે બંધ થયા અને 8 શેર નબળાઈ સાથે બંધ થયા હતા. ઇન્ડેક્સમાં M&M શેર્સ 5.17%, પાવરગ્રીડના શેર 3.41%અને ITC ના શેર 3.34%થી વધુના વધારા સાથે વેપાર કરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ મારુતિના શેરમાં 2.46% ની નબળાઈ હતી.

મંગળવારે નફા સાથે ક્લોઝિંગ થયું હતું મંગળવારે, નિફ્ટી પ્રથમ વખત 18000 ના સ્તરથી ઉપર બંધ થયો હતો. ગઈકાલે બજારની શરૂઆત નબળાઈથી થઈ હતી પરંતુ બાદમાં તે સુધરી ગઈ. સેન્સેક્સ 149 અંક વધીને 60284 ના સ્તર પર બંધ થયો જ્યારે નિફ્ટી પણ 58 પોઈન્ટ મજબૂત થઈને 18004 ના સ્તર પર બંધ થયો હતો. બેન્ક, ફાઇનાન્શિયલ, મેટલ, ફાર્મા અને ઓટો શેરોમાં ખરીદી જોવા મળી હતી. જોકે આઇટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ 3 ટકા વધ્યો હતો. મંગળવારના ટોપ ગેઈનર્સ TITAN, BAJAJ-AUTO, BAJAJFINSV, SBI, NESTLEIND, HINDUNILVR અને ITC હતા.

બજારમાં તેજીના પરિબળ 

  • આગામી વર્ષ સુધી ભારતનો વિકાસ દર વિશ્વમાં સૌથી ઝડપી રહેશે: IMF
  • છૂટક મોંઘવારી 5 મહિનાની નીચી સપાટીએ પહોંચી છે
  • કંપનીઓને સારા ત્રિમાસિક પરિણામોની અપેક્ષા છે
  • રસીકરણની તેજીએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે
  • સરકાર ઉદ્યોગોને ટેકો આપવા સતત પ્રયાસો કરી રહી છે.

BSE  પર 1,760 શેર વધારા સાથે બંધ થયા BSE પર 3,476 શેરમાં વેપાર થયો હતો. 1,760 શેર્સ વધ્યા હતા અને 1,578 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 270 લાખ કરોડને પાર કરી ગઈ છે.

399 શેરમાં અપર સર્કિટ ટ્રેડિંગ દરમિયાન 392 શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ અને 23 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ સિવાય 399 શેરોને અપર સર્કિટ મળી જ્યારે 247 શેરોને લોઅર સર્કિટ મળી હતી.

આ પણ વાંચો :  Share Market All Time High : SENSEX એ 60751 અને NIFTY એ 18162 ની રેકોર્ડ સપાટી નોંધાવી, TATA Motors 18% ઉછળ્યો

આ પણ વાંચો : વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">