AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile tariff Plan: દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે ખરાબ સમાચાર, આ વર્ષે ફરી મોંઘા થઈ શકે છે રિચાર્જ પ્લાન

ભારતી એરટેલે ભારત અને દક્ષિણ એશિયાના ડાઇરેક્ટર અને સીઇઓ ગોપાલ વિટ્ટલે એ કહ્યુ કે, ' મને લાગે છે કે 2022 માં રિચાર્જ પ્લાન મોઘાં થશે. જોકે આને ત્રણ- ચાર મહિનાનો સમય લાગશે..

Mobile tariff Plan: દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે ખરાબ સમાચાર, આ વર્ષે ફરી મોંઘા થઈ શકે છે રિચાર્જ પ્લાન
Mobile recharge will be more expensive now (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:17 AM
Share

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel) નું માનવું છે કે વર્ષ 2022માં પણ મોબાઈલ કોલ અને સેવાઓની કિંમતોમાં વધરો થશે. કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે એરટેલ ચાર્જ વધારવાના મામલે નિર્ણય લેવામાં અચકાશે નહીં. કંપની ગ્રાહક દીઠ સરેરાશ આવક (ARPQ) રૂપિયા 200 સુધી પહોંચવા માગે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં જ એરટેલે સૌથી પહેલા મોબાઈલ અને અન્ય સેવાઓના ભાવ 18 ટકાથી વધારીને 25 ટકા કર્યા હતા. એરટેલ બાદ રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયાએ પણ તેમના કોલ રેટ અને અન્ય સેવાઓ મોંઘી કરી દીધી છે.

આગામી 3-4 મહિના સુધી નહીં વધે કિંમતો

ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, “મને અપેક્ષા છે કે 2022માં ટેરિફના દરો વધારો થશે છે. જોકે, આગામી ત્રણ-ચાર મહિનામાં આવું નહીં થાય. હજુ પણ સિમ સ્ટ્રેન્થ અને તેજી પાછી આવવાની રાહ જોઈ રહ્યા છીએ. મને આશા છે આગામી રાઉન્ડમાં ફી વધારાનો થશે. જો કે, તે હરીફો દ્વારા નક્કી કરવાનું છે. ભૂતકાળની જેમ આ વખતે પણ અમે ડ્યુટી વધારામાં આગેવાની લેતા અચકાઈશું નહીં. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે

કંપનીના ત્રીજા ક્વાટરના પરિણામોની જાહેરાત સમયે વિશ્લેષકોના સવાલ પર તેમણે આ વાત કહી. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતી એરટેલનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 2.8 ટકા ઘટીને રૂ. 830 કરોડ થયો છે. ક્વાર્ટર દરમિયાન કંપનીની કોન્સોલિડેટેડ આવક 12.6 ટકા વધીને રૂ. 29,867 કરોડ થઈ છે.

CEO ગોપાલ વિટ્ટલે કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે 2022માં જ અમારું ARPU રૂ. 200 સુધી પહોંચી જશે. આગામી થોડા વર્ષોમાં, અમે તેને 300 રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ.

4G ગ્રાહકોમાં 18.1 ટકાનો વધારો થયો છે

ડિસેમ્બર 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં ભારતમાં એરટેલના 4G ગ્રાહકો વાર્ષિક ધોરણે 18.1 ટકા વધીને 195 કરોડ થઇ ગય છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં આ સંખ્યા 16.56 કરોડ હતી.

ભારતમાં એરટેલના નેટવર્ક પર ગ્રાહક દીઠ ડેટા વપરાશ11.7 ટકાથી વધીને 16.37 ગીગાબીટ (GB)થયો છે. ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે કંપની સાધનો અપડેટ્સ, નેટવર્ક અને ક્લાઉડ બિઝનેસ પર $300 કરોડ ડોલર (રૂ. 2,250 કરોડ) ખર્ચ કરશે.

આ પણ વાંચો :Tv9 Exclusive Interview : સિમ્બા નાગપાલે જણાવ્યું એકતા કપૂરની સીરિયલ ‘નાગિન 6’ કરવા પાછળનું મોટું કારણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">