તમારા ખાતામાં 2,67,000 રૂપિયા ક્રેડીટ થયાનો મેસેજ તમને પણ મળી રહ્યો છે ? તો જાણી લેજો આ સચ્ચાઈ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, વૃદ્ધ લોકો માટે અને કેટલાક વધુ વિશેષ વિભાગો માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

તમારા ખાતામાં 2,67,000 રૂપિયા ક્રેડીટ થયાનો મેસેજ તમને પણ મળી રહ્યો છે ? તો જાણી લેજો આ સચ્ચાઈ
છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોને આવા મેસેજ આવી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી, કેટલાક લોકોને તેમના બેંક ખાતામાં રૂ. 2,67,000 જમા થયા હોવાનો દાવો કરતા એક મેસેજ મળી રહ્યો છે. આ સંદેશમાં કહેવામાં આવી રહ્યું છે કે  સરકારી યોજના હેઠળ તેમના ખાતામાં નાણાં મોકલવામાં આવ્યા છે. હવે  સરકારે આ મેસેજ અંગે સ્પષ્ટતા કરી છે.

આ મેસેજ ફેક છે, વિશ્વાસ ન કરો

સરકારી એજન્સી PIB એ સરકાર તરફથી ટ્વિટ કરીને આ મેસેજ વિશે માહિતી આપી છે. PIB એ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે 2,67,000 રૂપિયાના ખાતામાં જમા થયાના આવતા મેસેજ પર ધ્યાન ન આપો કારણ કે તે એક ફેક મેસેજ છે. સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી નથી. વળી, આ પ્રકારના મેસેજનો કોઈ પણ યોજના સાથે કોઈ સંબંધ નથી. નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી ઘણી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

સરકાર તરફથી કેટલીક ખાસ યોજનાઓ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, વૃદ્ધ લોકો માટે અને કેટલાક વધુ વિશેષ વિભાગો માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે કોવિડ મહામારી દરમિયાન પણ સરકાર દ્વારા કેટલીક વિશેષ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ, કોરોનાના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવનારા ઘણા લોકોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં, સરકાર દ્વારા તે તમામ કંપનીઓને સબસિડી આપવામાં આવશે જે કોવિડ સમયે લોકોને રોજગારી આપી રહી છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)

આ યોજનામાં 10 કેટેગરીમાં 10 લાખ સુધીની લોન ઉપલબ્ધ છે. અહીં તે કેટેગરી કહેવાનો અર્થ છે કે  કયા પ્રકારનાં વ્યવસાય માટે લોન આપવામાં આવે છે. મુદ્રા લોનની શ્રેણી નીચે મુજબ છે-

શિશુ લોન યોજના (Shishu Loan Yojana) – 50 હજાર સુધીની લોન
કિશોર લોન યોજના (Kishor Loan Yojana) – 50 હજારથી 5 લાખ સુધીની લોન
તરુણ લોન યોજના (Tarun Loan Yojana) – 5 લાખથી 10 લાખ સુધીની લોન

પીએમ શ્રમ યોગી માનધન યોજના

અસંગઠિત ક્ષેત્રમાં (Unorganised Sector)  કામ કરતા લોકો માટે આ પેન્શન ગેરંટી યોજના છે. આ યોજના હેઠળ, 60 વર્ષ પછી, કામદારોને ઓછામાં ઓછું 3,000 રૂપિયાનું પેન્શન મળે છે. આ યોજના સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઇટ https://labour.gov.in/pmsym પર ઉપલબ્ધ છે.

સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન યોજના અંતર્ગત 10 લાખથી 1 કરોડ સુધીની વ્યાપારી લોન લાભાર્થી વર્ગના વેપારીઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજના

દેશના ગરીબ લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે, મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દરેક લાભાર્થી પરિવારને 500000 સુધીનો આરોગ્ય વીમો આપે છે. તેની મદદથી, ગંભીર રોગોની સારવાર હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરી શકાય છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વિવિધ સરકારી સરકારી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 1350 લિસ્ટેડ રોગો માટે સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આ પણ વાંચો :  IT Refund : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ

Click on your DTH Provider to Add TV9 Gujarati