AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક શેરની કિંમત પોણા ચાર કરોડ કરતા પણ વધુ, જાણો વિશ્વના સૌથી મોંઘા સ્ટોક વિશે

યુએસએના ઓમાહા, નેબ્રાસ્કા(Nebraska) સ્થિત કંપનીનું બર્કશાયર હેથવે માર્કેટ વેલ્યુ (Berkshire Hathaway Market Value) 731 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ તે યુનાઇટેડ સ્ટેટ્સની છઠ્ઠી સૌથી મોટી કંપની છે.

એક શેરની કિંમત પોણા ચાર કરોડ કરતા પણ વધુ, જાણો વિશ્વના સૌથી મોંઘા સ્ટોક વિશે
Warren Buffett's company hit a record level
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:42 AM
Share

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ વોરેન બફેટ(Warren Buffett)ની કંપની બર્કશાયર હેથવે ઇન્ક (Berkshire Hathaway Inc) ના શેરની કિંમત ચાલુ સપ્તાહે પ્રથમ વખત 5 લાખ ડોલર (આશરે રૂપિયા 3.8 કરોડ) સુધી પહોંચી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. કંપનીના શેરમાં વધારો દર્શાવે છે કે યુક્રેનની કટોકટી અને વધતી જતી મોંઘવારી વચ્ચે રોકાણકારો બર્કશાયર હેથવેના શેરને ડિફેન્સિવ સ્ટોક તરીકે જોઈ રહ્યા છે. બફેટ કંપનીમાં 16.2 ટકા હિસ્સો ધરાવે છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર કંપનીના શેરની તેજીએ બફેટને 119.2 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બનાવી દીધા છે.

Berkshire Hathaway Inc ના સ્ટોક અંગેની અગત્યની માહિતી

Last Price – 15 Mar, 04:00 pm GMT-4 4,98,160.00 USD+4,375.00 
Open 4,98,673.00
High 5,01,939.20
Low 4,94,022.60
Mkt cap 73.38TCr
P/E ratio 8.36
52-wk high 5,01,939.20
52-wk low 3,74,482.50

Berkshire Hathaway Valuation કંપનીનું માકેટ વેલ્યુ કેટલું છે?

યુએસએના ઓમાહા, નેબ્રાસ્કા(Nebraska) સ્થિત કંપનીનું બર્કશાયર હેથવે માર્કેટ વેલ્યુ (Berkshire Hathaway Market Value) 731 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ તે યુનાઇટેડ સ્ટેટ્સની છઠ્ઠી સૌથી મોટી કંપની છે. બફેટ કંપનીમાં 16.2 ટકા હિસ્સો ધરાવે છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર કંપનીના શેરની તેજીએ બફેટને 119.2 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બનાવી દીધા છે.

જાણો Berkshire Hathaway વિશે

Berkshire Hathaway Inc. એક હોલ્ડિંગ કંપની છે. તેની ઘણી પેટાકંપનીઓ છે જે વિવિધ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેની પેટાકંપનીઓ વીમા અને પુનઃઇન્શ્યોરન્સ, યુટિલિટીઝ અને એનર્જી, ફ્રેટ રેલ ટ્રાન્સપોર્ટેશન, મેન્યુફેક્ચરિંગ અને રિટેલિંગ જેવા ક્ષેત્રોમાં સક્રિય છે.

ગયા વર્ષે સારો નફો થયો હતો

બર્કશાયરને ગયા વર્ષે 27.46 અબજ ડોલરનો જંગી નફો થયો હતો. આમાં Geico car insurance, BNSF Railroad અને Berkshire Hathaway Energy તરફથી મજબૂત કામગીરીનો સમાવેશ થાય છે.

જાણો આ તેજીનું કારણ

Smead Capital Management Inc ના Bill Smead જણાવ્યું હતું કે Berkshire એ ટેક સ્ટોક નથી. બીજી બાજુ કંપની ખૂબ મોટી છે. કંપનીનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થિતિમાં રોકાણકારોને આનાથી તાકાત મળે છે.

આ પણ વાંચો : શું તમારા PAN CARD ની વિગતોમાં ભૂલ છે? ચિંતા ન કરશો ઘરે બેઠા આ ભૂલ સુધારી શકાય છે, જાણો રીત

આ પણ વાંચો : હથિયારનો મોટો આયાતકાર દેશ છે ભારત, રશિયાથી શસ્ત્રોની આયાત 23 ટકા ઘટી, ફ્રાન્સથી હથિયારોની આયાત 10 ગણી વધી

g clip-path="url(#clip0_868_265)">