Share Market : ચાલુ સપ્તાહે શેરબજારમાં 3 ટકાનું ગાબડું પડયું, રોકાણકારોની સંપત્તિમાં 8.5 લાખ કરોડનો ઘટાડો થયો

|

Jan 30, 2022 | 7:20 AM

મુખ્ય ઈન્ડેક્સ sensex and nifty લગભગ 3 ટકા ઘટ્યા હતા અને BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 8.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

Share Market : ચાલુ સપ્તાહે શેરબજારમાં 3 ટકાનું ગાબડું પડયું, રોકાણકારોની સંપત્તિમાં 8.5 લાખ કરોડનો ઘટાડો થયો
Dalal Street Mumbai

Follow us on

શેરબજાર(Share Market)માં સતત બીજા સપ્તાહે રોકાણકારો માટે ખોટનો વેપાર થયો હતો. વિદેશી સંકેતોને કારણે આ સપ્તાહે(Stock market this week) નફા વસૂલી જોવા મળી હતી. વેચવાલીનાં કારણે મુખ્ય ઈન્ડેક્સ(sensex and nifty) લગભગ 3 ટકા ઘટ્યા હતા અને BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 8.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સપ્તાહ દરમિયાન IT સેક્ટર ઇન્ડેક્સને સૌથી વધુ નુકસાન થયું છે જ્યારે સરકારી માલિકીની બેન્કોએ આ સમયગાળા દરમિયાન રોકાણકારો માટે સૌથી વધુ કમાણી કરી છે. સપ્તાહ દરમિયાન નાના અને મોટા તમામ શેરોમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો નિફ્ટી અને મિડકેપ કરતાં ઘણો વધારે હતો.

એક સપ્તાહમાં માર્કેટ કેપમાં 8.5 લાખ કરોડનો ઘટાડો થયો

26 જાન્યુઆરીએ બજારો બંધ રહ્યા હતા જેના કારણે સપ્તાહ દરમિયાન માત્ર 4 દિવસનો વેપાર થયો હતો. બજાર 4 દિવસમાં 3 દિવસ નુકસાન સાથે બંધ થયું જ્યારે તે એક દિવસ વધ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે સપ્તાહ દરમિયાન દબાણ યથાવત રહ્યું હતું. પાછલા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 269.65 લાખ કરોડ હતું. જોકે આ શુક્રવારે માર્કેટ કેપ ઘટીને રૂ. 261.07 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે સપ્તાહ દરમિયાન રોકાણકારોના કુલ રોકાણમાં રૂ. 8.5 લાખ કરોડનો ઘટાડો થયો છે.

સાપ્તાહિક કારોબાર કેવો રહ્યો?

સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 1800થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે અને આ સમય દરમિયાન ઈન્ડેક્સ 3.1 ટકા તૂટ્યો છે. આ સમયગાળામાં નિફ્ટી 2.92 ટકા ઘટ્યો છે અને તે 500 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો છે. સપ્તાહ દરમિયાન નાના અને મધ્યમ શેરોમાં પણ ખોટ જોવા મળી છે અને આ સમયગાળા દરમિયાન BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 3.4 ટકા અને BSE મિડકેપ ઇન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વ તરફથી મળેલા સંકેતો, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો, વિશ્વના ઘણા ભાગોમાં તણાવના અહેવાલો અને વિદેશી રોકાણકારો દ્વારા નાણાં પરત ખેંચવાના કારણે બજારમાં સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ક્યાં થયો ફાયદો અને ક્યાં થયું નુકસાન ?

સેક્ટરમાં સૌથી વધુ નુકસાન આઈટી સેક્ટરમાં જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન સેક્ટર ઇન્ડેક્સમાં 6 ટકાનો ઘટાડો થયો છે. નિફ્ટી રિયલ્ટી સેક્ટર 5 ટકા અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 4.4 ટકા ઘટ્યો હતો. બીજી તરફ, સપ્તાહ દરમિયાન સરકારી બેંકોના ઇન્ડેક્સમાં 7 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ફાયદો સ્મોલકેપ શેરોમાં થયો હતો. એક સપ્તાહમાં 9 શેરો 10 થી 50 ટકા વધ્યા છે. જેમાં શારદા ક્રોપકેમ, ઓરિએન્ટ બેલ, પીએસપી પ્રોજેક્ટ, ખેતાન કેમિકલ્સ, ગુજરાત મિનરલ્સ વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ 10 ટકાથી વધુની ખોટ કરનાર 40 થી વધુ સ્ટોક હતા.

 

આ પણ વાંચો :  નામ બડે દર્શન છોટે જેવો ઘાટ આ 50 કંપનીનાં શેર રોકાણકારો માટે થયો, જાણો શું કહ્યુ નિષ્ણાંતોએ

આ પણ વાંચો : Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી

Next Article