Share Market : સતત બીજા દિવસે બજારમાં તેજી દેખાઈ , SENSEX 48,614 સુધી ઉછળ્યો

કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે શેરબજાર(Share Market) વૃદ્ધિ સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 37.57 પોઇન્ટ અને નિફ્ટી 8.8 પોઇન્ટ વધીને ખુલ્યા છે.

Share Market : સતત બીજા દિવસે બજારમાં તેજી દેખાઈ , SENSEX 48,614 સુધી ઉછળ્યો
Stock Market
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 9:42 AM

કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે શેરબજાર(Share Market) વૃદ્ધિ સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 37.57 પોઇન્ટ અને નિફ્ટી 8.8 પોઇન્ટ વધીને ખુલ્યા છે. આ અગાઉ સોમવારે બજાર વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 508.06 પોઇન્ટ વધીને 48,386.51 ની સપાટીએ બંધ રહ્યો હતો તો નિફ્ટી 143.65 પોઇન્ટ વધીને 14,485.00 ની સપાટી પાર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૩૭ વાગે બજાર                   સૂચકાંક               વૃદ્ધિ સેન્સેક્સ           48,548.58        +162.07 (0.33%) નિફટી             14,540.85          +55.85 (0.39%)

શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48,614.65 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું જ્યારે નિફ્ટીએ 14,554.25 સુધી ઉછળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકા આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.59 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.01 ટકા નજીવા ઘટાડાની સાથે 32,273.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open   48,424.08 High   48,614.65 Low    48,399.53

NIFTY Open   14,493.80 High   14,554.25 Low     14,484.85

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">