Share Market :શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ, Sensex 58000 ને પાર પહોંચ્યો

શેરબજારમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 620 પોઈન્ટ (1.09%) વધીને 57,684 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 183 પોઈન્ટ (1.08%) વધીને 17,167 પર બંધ થયો હતો.

Share Market :શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ, Sensex 58000 ને પાર પહોંચ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 10:05 AM

વૈશ્વિક સંકેત નબળા હોવા છતાં ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે શેરબજાર સારી સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. સેન્સેક્સ (Sensex ) અને નિફટી (Nifty) 0.3% ના વધારા સાથે નજરે પડી રહ્યા છે. આજે સેન્સેક્સ 57,781 ઉપર જયારે નિફટી 17,183 ઉપર ખુલ્યા હતા. Sensex 58000 ને પાર પહોંચ્યો છે.

વૈશ્વિક સંકેતો નબળા ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીજી તરફ બુધવારે યુએસ બજારો પણ મોટા ઘટાડા સાથે બંધ થયા છે. અમેરિકામાં કોરોના વાયરસના નવા પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો છે. જે બાદ બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું. ડાઉ જોન્સમાં 462 પોઈન્ટની નબળાઈ હતી અને તે 34,022ના સ્તરે બંધ રહ્યો હતો. નાસ્ડેક 284 પોઈન્ટ ગબડ્યો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 54 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આજે એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં 0.85 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી 225, સ્ટેટ ટાઈમ્સ અને હેંગ સેંગ પણ નબળા પડ્યા હતા.

આનંદ રાઠી વેલ્થનો IPO ખુલ્યો આનંદ રાઠી વેલ્થનો IPO આજે ખુલશે. IPO માટે પ્રાઇસ બેન્ડ 530 થી 550 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, તેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO પ્રથમ દિવસે જ લગભગ 5 ગણો ભરાયો છે. સ્ટાર હેલ્થનો IPO 2 દિવસમાં માત્ર 20 ટકા ભરાયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ક્રૂડ સસ્તું થયું કોરોના વાયરસ ઓમિક્રોનના નવા વેરિઅન્ટના ભયને કારણે કાચા તેલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ 69 ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયું છે. બીજી તરફ સોનું 200 રૂપિયા વધીને 47800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે જ્યારે ચાંદી રૂ.900 ઘટીને રૂ.60800 પ્રતિ કિલોની નજીક પહોંચી રહી છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર F&O હેઠળ આજે કોઈ શેરમાં ટ્રેડિંગ થશે નહીં. આ શેર ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બુધવારે બજારમાંથી રૂ. 2765.84 કરોડ ઉપાડયા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ બુધવારે બજારમાં રૂ. 3467 કરોડનું રોકાણ કર્યું હતું.

શેરબજારમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 620 પોઈન્ટ (1.09%) વધીને 57,684 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 183 પોઈન્ટ (1.08%) વધીને 17,167 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 259 લાખ કરોડથી વધુ નોંધાઈ હતી. અગાઉના સત્રની સરખામણીમાં 2.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જીડીપીના આંકડામાં વધારો અને જીએસટીના આંકડામાં થયેલા વધારાની અસર સીધી બજાર પર જોવા મળી હતી. સતત ઘટાડા સાથે ચાલી રહેલા શેરબજારમાં આ કારણોસર આજે ભારે તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો :  LIC IPO : LIC પોલિસી ખરીદનારાઓ માટે ખુશખબર, PAN અપડેટ કરશો તો IPO માં મળશે આ વિશેષ લાભ, જાણો વિગતવાર

આ પણ વાંચો : Upcoming IPO : ડિસેમ્બરમાં 10 કંપનીઓ IPO લાવશે, 10000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">