AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

સોમવારે બજારમાં જોરદાર ગતિ જોવા મળી હતી અને તે 59 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ અંતે ભારે ઘટાડા સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 503 પોઈન્ટ (0.86%) ઘટીને 58,283 પર બંધ થયો હતો.

Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:44 AM
Share

Share  Market  : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર નરમાશ સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 58,059.76 ઉપર ખુલ્યા બાદ  57,843.67 ના સ્તર પર નીચલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો. બીજી તરફ નિફ્ટી100 પોઈન્ટ અથવા 0.63 ટકા ઘટીને 17,242.75 ના સ્તરે જોવા મળ્યો હતો. ITC, Cipla, HDFC લાઈફ, SBI Life Insurance અને Power Grid Corp નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ છે. બીજી તરફ, બBajaj Finance, Tata Motors, Infosys, HDFC અને Shree Cements નિફ્ટીમાં ટોપ લુઝર છે.

વૈશ્વિક સંકેત નબળા મળ્યા આજે ગ્લોબલ માર્કેટમાં સંકેત નબળા મળ્યા છે. એશિયન બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. DOW FUTURESમાં થોડો વધારો થયો હોવા છતાં FEDની બેઠકથી પહેલા ગઈકાલે અમેરિકા બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઓમિક્રોનથી બ્રિટનમાં પહેલી મોતથી દહેશત ફેલાઈ છે. એશિયાના બજારોમાં દબાણની સાથે શરુઆત થઈ છે અને SGX NIFTY માં દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકાના બજારોમાં વેચવાલી વધી રહી છે. Dow Jones 300 અંકોથી વધુ તુટ્યો છે. આજથી US FEDની બેઠક શરૂ થશે.

આ દરમિયાન આજે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. SGX Nifty 166.00 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી લગભગ 0.48 ટકાના ઘટાડાની સાથે 28,504.15ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઇમ્સ 0.09 ટકાનો નજીવો વધારો જોવા મળી રહી છે. તાઈવાનનું બજાર 0.82 ટકા ઘટીને 17,621.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 1.13 ટકા ઘટાડા સાથે 23,684.00 ના સ્તર પર આવી રહી છે. જ્યારે કોસ્પીમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.52 ટકા તૂટ્યું છે.

બલ્ક ડીલ Societe Generale એ Agro Phos Indiaમાં 1.02 લાખ શેર પ્રતિ શેર રૂ. 24.59ના ભાવે વેચ્યા છે.

પ્રમોટર અનમોલુ ભારતે 13.87 પ્રતિ શેરના ભાવે Beardsell માં 2,51,760 ઇક્વિટી શેર વેચ્યા છે.

Computer Age Management Servicesમાં Great Terrain Investment એ NSE પર શેર દીઠ રૂ. 2,752.09ના ભાવે 20 લાખ ઇક્વિટી શેર અને BSE પર રૂ. 2,751.79 પ્રતિ શેરના ભાવે 15 લાખ શેર વેચ્યા છે. બીજી તરફ Plutus Wealth Management LLP એ BSE પર પ્રતિ શેર રૂ. 2,750 ના દરે કંપનીના 6 લાખ શેર ખરીદ્યા છે.

સોમવારે બજારની છેલ્લી સ્થિતિ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બજારમાં જોરદાર ગતિ જોવા મળી હતી અને તે 59 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ અંતે ભારે ઘટાડા સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 503 પોઈન્ટ (0.86%) ઘટીને 58,283 પર બંધ થયો હતો. રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો :  હવે તમે પણ સરળતાથી LPG કનેક્શન ટ્રાન્સફર કરી શકો છો, જાણો પ્રક્રિયા સરળ સ્ટેપ્સ દ્વારા

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડ ઓઇલ સસ્તું થયું પણ આજે સતત 40મા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટ સ્થિર રહ્યાં

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">