Petrol Diesel Price Today : ક્રૂડ ઓઇલ સસ્તું થયું પણ આજે સતત 40મા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટ સ્થિર રહ્યાં

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઇલ સસ્તું થયું પણ આજે સતત 40મા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટ સ્થિર રહ્યાં
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:20 AM

Petrol Diesel Price Today :ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દેશમાં સતત 40મા દિવસે પેટ્રોલ અને ડીઝલના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ઈંધણના ભાવ આજે પણ સ્થિર છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં છેલ્લા 15 દિવસમાં ક્રૂડ ઓઇલની કિંમત સીમિત રેન્જમાં રહી છે જેના કારણે ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોની ચિંતાને કારણે મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. ઓમિક્રોન વેરિઅન્ટ સામે રસીની અસરકારકતા વિશે નવી શંકાઓ ઊભી થઈ છે. તેની અસર ક્રૂડ ઓઇલ પર જોવા મળી હતી. આજે મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.26 ટકા ઘટીને 74.20 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. તે જ સમયે WTI ક્રૂડની કિંમત 0.25 ટકા ઘટીને 71.11 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

આજે મંગળવારે 14 ડિસેમ્બરે દેશભરમાં પેટ્રોલની કિંમત સ્થિર રહી હતી, જ્યારે ડીઝલની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે લગભગ દોઢ મહિનાથી ઈંધણના દરો સ્થિર છે. કેન્દ્ર સરકારે ગયા મહિનાની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડો એવા સમયે કરાયો જ્યારે તેમની કિંમતો દરરોજ નવી ઉંચી સપાટીએ પહોંચી રહી છે. આ પછી ભારતમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

દરરોજ સવારે 6 વાગ્યે રેટ બદલાય છે તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : 

આ પણ વાંચો : 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">