AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : સાપ્તાહિક કારોબારના પ્રારંભિક સત્રમાં Sensex 364 જયારે Nifty 124 અંક તૂટ્યો

શેરબજારમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટીને 58,644 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને 17,516 પર બંધ થયો હતો.

Share Market : સાપ્તાહિક કારોબારના પ્રારંભિક સત્રમાં Sensex 364 જયારે Nifty 124 અંક તૂટ્યો
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 10:05 AM
Share

Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર પ્રારંભિક કારોબાર(Opening Bell)માં લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty)  ઘટાડા સાથે કારોબાર કરતાં નજરે પડી રહ્યા છે.  શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,274.10 સુધી નીચલા જયારે 58,707.76 સુધી ઉપલા સ્તરે નજરે પડ્યો હતો. આજે સેન્સેક્સ ગઈકાલની 58,644.82 ની સપાટી સામે 58,549.67 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએતો 17,456.30 ઉપર ખુલ્યો હતો જે 17,536.75 ના ઉપલા અને 17,389.80 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

વૈશ્વિક સંકેત મિશ્ર

શુક્રવારના કારોબારી દિવસે વૈશ્વિક બજારોમાં વધઘટ જોવા મળી હતી. યુએસ બજારોની વાત કરીએ તો નાસ્ડેક શુક્રવારે સતત પાંચમા દિવસે 200 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 21.42 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયો હતો. એશિયન બજારની વાત કરીએ તો SGX નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ 19.50 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારતીય બજારો પણ લાલ નિશાનમાં બંધ થયા હતા.

આજે બજારમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • શુક્રવારે યુએસ બજારોમાં તેજી જોવા મળી હતી
  • SBI, BoB સહિત સપ્તાહના પરિણામો પર કાર્યવાહી
  • નાલ્કો, ટીવીએસ મોટરનું આજે F&O માં પરિણામ
  • સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર સાથે 496 સ્ટોક્સ પર ફોકસ

Vedant Fashions IPO

વેદાંત ફેશન્સનો IPO 8 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 824 થી રૂ. 866 છે. 17 શેર લોટ સાઈઝ છે. IPO માં લઘુત્તમ રોકાણ રૂપિયા 14722 કરવું પડશે

FII અને DII ડેટા

4 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 2267.86 કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 621.98 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રમાં ઘટાડો થયો હતો

શેરબજારમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટીને 58,644 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને 17,516 પર બંધ થયો હતો. SBIનો શેર 1.92% તૂટ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ આજે 130 પોઈન્ટ વધીને 58,918 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 58,943ના ઉપલા સ્તરે અને 58,446ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.

આ પણ વાંચો : હવે કર્મચારીઓએ પગાર માટે મહિનાના છેલ્લા દિવસનો ઇંતેજાર કરવો પડશે નહિ, દેશમાં આવી ગઈ Weekly Pay Policy

આ પણ વાંચો : SBI 6 NPA ની રૂપિયા 406 કરોડની વસૂલાત BAD BANK ને સોંપશે, યાદીમાં ગુજરાતની આ કંપનીના એકાઉન્ટનો પણ સમાવેશ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">