Share Market : ચાલુ સપ્તાહમાં શેરબજારે રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાનો લાભ કરાવ્યો, કરો એક નજર આજના TOP GAINERS ઉપર
હકીકતમાં રશિયા અને યુક્રેન શાંતિ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે જેના કારણે બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.બીજી તરફ ચીનમાં કોરોનાને કારણે ફરીથી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બજારના જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં બજારમાં આ કારણોસર પણ અસ્થિરતા જોવા મળી શકે છે.
આજે સતત ત્રીજા દિવસે શેરબજારમાં (Share Market) વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) આજે 740 પોઈન્ટના ઉછાળા સાથે 58683ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી(Nifty Today) 173 પોઈન્ટના વધારા સાથે 17498 ના સ્તર પર બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1194 પોઈન્ટનો વધારો થયો છે. આજની તેજી બાદ શેરબજારનું કુલ માર્કેટ કેપ રૂ. 263.84 લાખ કરોડ પર બંધ થયું. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં 4 લાખ કરોડનો વધારો થયો છે. આજે સેન્સેક્સના ટોપ-30માં 21 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 9 શેર ઘટ્યા હતા. આજે બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ |
||
SENSEX | 58,683.99 | +740.34 (1.28%) |
NIFTY | 17,498.25 | +172.95 (1.00%) |
હકીકતમાં રશિયા અને યુક્રેન શાંતિ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે જેના કારણે બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.બીજી તરફ ચીનમાં કોરોનાને કારણે ફરીથી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બજારના જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં બજારમાં આ કારણોસર પણ અસ્થિરતા જોવા મળી શકે છે. આવતીકાલે ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે મંથલી એક્સપાયરી છે. તે પહેલા રોકાણકારોએ જંગી ખરીદી કરી છે.
NIFTY 50 માં આ શેર્સ 2 ટકાથી વધુ ઉછળ્યા
Company Name | High | Change | % Gain |
Bajaj Finserv | 17,249.85 | 627.2 | 3.8 |
HDFC Life | 543.35 | 19.3 | 3.69 |
TATA Cons. Prod | 782.75 | 22.65 | 3.05 |
Bajaj Finance | 7,274.45 | 212.5 | 3.02 |
Hero Motocorp | 2,281.00 | 61 | 2.76 |
Power Grid Corp | 218.7 | 5.8 | 2.74 |
Grasim | 1,677.95 | 44 | 2.71 |
M&M | 795 | 20 | 2.59 |
Nestle | 17,347.55 | 376.1 | 2.22 |
ICICI Bank | 731.75 | 15.6 | 2.18 |
Maruti Suzuki | 7,629.95 | 159.45 | 2.14 |
HDFC | 2,388.00 | 48.1 | 2.06 |
બજારમાં અત્યારે ઉતાર – ચઢાવ ચાલુ રહેશે
ICICI ડાયરેક્ટનું કહેવું છે કે અત્યારે માર્કેટમાં અસ્થિરતા છે. આવી સ્થિતિમાં ઘટાડા સમયે ખરીદીની વ્યૂહરચના સૌથી અસરકારક રહેશે. કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણ કહે છે કે ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં તે 110 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે. આવી સ્થિતિમાં જો ક્રૂડ ઓઈલમાં ઘટાડો ચાલુ રહેશે તો મોંઘવારીનું દબાણ ઘટશે અને સેન્ટિમેન્ટ સુધરશે.
FPIએ 36 કરોડની ખરીદી કરી હતી
બજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે મંગળવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારે રૂ. 35.47 કરોડની ખરીદી કરી હતી. રિલાયન્સ સિક્યોરિટીઝના મિતુલ શાહનું કહેવું છે કે યુક્રેન ક્રાઈસિસમાં ઘટાડાથી યુએસ માર્કેટમાં ઉછાળો આવ્યો હતો જેની અસર આજે એશિયન માર્કેટ પર પણ થઈ હતી. એશિયામાં સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગના બજારો તેજી સાથે બંધ થયા છે. ટોક્યોના માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. મંગળવારે યુએસ માર્કેટ વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું.
આજના કારોબારમાં આ શેર્સ 10 ટકાથી વધુ તેજી નોંધાવી
Company | % Change |
SK International Exp | 20 |
Omega Inter.Tech | 19.96 |
Intense Technologies | 19.94 |
Blueblood Ventures L | 19.89 |
Centrum Capital | 19.87 |
Gayatri Projects | 19.71 |
ICL Organic Dairy | 19.38 |
Deep Industries | 19.09 |
Niks Technology | 16.48 |
Stylam Industries | 15.44 |
Diggi Multitrade | 15.31 |
Nahar Capital & Fina | 13.9 |
Polson Ltd. | 13.62 |
U Y Fincorp | 13.45 |
Vakrangee | 12.67 |
Ambalal Sarabhai | 11.49 |
Raymond Ltd | 11.22 |
Ekennis Software Ser | 10.47 |
Modulex Construction | 10.45 |
Evexia Lifecare | 10.22 |
Indian Overseas | 10.17 |
Black Box | 10.08 |
Himalaya Food Inter | 10.03 |
Radhika Jeweltech | 10 |
રૂપિયો 21 પૈસા તૂટ્યો
અહીં સ્થાનિક બજારમાં તેજી વચ્ચે રૂપિયામાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આજે ડોલરના મુકાબલે રૂપિયો 75.94 ના સ્તર પર બંધ થયો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. જો પેટ્રોલ અને ડીઝલમાં વધારો ચાલુ રહેશે તો મોંઘવારી વધશે અને તેના કારણે વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ પણ વધશે.
આ પણ વાંચો : MONEY9: શું હવે, Toll Booth પણ કાપશે તમારું ખિસ્સું ?
આ પણ વાંચો : એક્સિસ બેંકે 1.6 અબજ ડોલરમાં ખરીદ્યો સિટી બેંકનો ભારતીય બિઝનેસ