Sensex Today : શેરબજારને પાંખો લાગી, Sensex 1500 પોઇન્ટ તો Nifty 400 પોઇન્ટ ઉછળ્યો
Sensex News : ભારતીય શેરબજારે આજે પ્રારંભિક કારોબારમાં તેજી સાથે સેન્સેક્સએ 60000 (Sensex @ 60K) નું સ્તર પર કર્યું છે. કોરોનાકાળ , જીઓ પોલિટિકલ વોર અને ક્રૂડના ભાવમાં ઉછાળા બાદ શેરબજાર જબરદસ્ત પટકાયું હતું જે નવા નાણાંકીય વર્ષ દરમ્યાન ફરીએકવાર રિકવરી બતાવી રહ્યું છે.
Share Market : ભારતીય શેરબજારે આજે પ્રારંભિક કારોબારમાં તેજી સાથે સેન્સેક્સએ 60000 (Sensex @ 60K) નું સ્તર પર કર્યું છે. કોરોનાકાળ , જીઓ પોલિટિકલ વોર અને ક્રૂડના ભાવમાં ઉછાળા બાદ શેરબજાર જબરદસ્ત પટકાયું હતું જે નવા નાણાંકીય વર્ષ દરમ્યાન ફરીએકવાર રિકવરી બતાવી રહ્યું છે. આજના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 60 હજારને પાર પહોંચ્યો છે. આજે સેન્સેક્સ શુક્રવારના 59,276.69 ના બંધ સ્તર સામે 59,764.13 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 60,386સુધી ઉછળ્યો હતો. બજારની તેજીની ચાલમાં નિફટી પણ પાછળ રહ્યો ન હતો. શુક્રવારે નિફટી 205.70 (1.18%) વધીને 17,670.45 પર બંધ રહ્યો હતો. આજે કારોબારની શરૂઆત 17,809.10 ની સપાટીએ થઇ હતી. ઇન્ડેક્સ 17,963 ના ઉપલા અને 17,791.40 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.
શેરબજારની સ્થિતિ (10AM) |
||
SENSEX | 60,781.28 | +1,504.59 |
NIFTY | 18,072.25 | +401.80 |
SENSEX |
|
Open | 59,764.13 |
Prev close | 59,276.69 |
High | 60,845.10 |
Low | 59,760.22 |
NIFTY |
|
Open | 17,809.10 |
Prev close | 17,670.45 |
High | 18,089.60 |
Low | 17,791.40 |
વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા
છેલ્લા સત્રમાં ઉતાર – ચઢાવ વચ્ચે અમેરિકી બજારોમાં થોડો વધારો જોવા મળ્યો હતો. બેરોજગારીનો દર 2 વર્ષની નીચી સપાટીએ આવ્યા બાદ યુએસ માર્કેટમાં એક્શન જોવા મળ્યું અને તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. ડાઉ જોન્સ 140 પોઈન્ટના ઉછાળા સાથે દિવસના ઉચ્ચ સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નાસ્ડેકમાં 40 પોઈન્ટનો વધારો થયો હતો. સ્મોલકોપ્સે વધુ હલચલ દેખાઈ હતી. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી તો બેન્ક અને એનર્જી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. આ સિવાય વૈશ્વિક બજારોની વાત કરીએ તો ત્યાં પણ હરિયાળી જોવા મળી હતી. જોકે એશિયન માર્કેટના SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
આ સમાચાર બાદ HDFC અને HDFC Bankમાં જબરદસ્ત ઉછાળો
ધિરાણકર્તા હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) એ જણાવ્યું છે કે તેના બોર્ડે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ HDFC ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ અને HDFC હોલ્ડિંગ્સ લિમિટેડને HDFC બેન્ક લિમિટેડ સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે.આજે સેન્સેક્સના ટોચના 30 શેરોમાં HDFC અને HDFC બેન્કે અનુક્રમે 14 અને 10 ટકાનો જબરદસ્ત ઉછાળો દર્શાવ્યો છે. આ સિવાય બજાજ ફાઇનાન્સ, ટાઇટન, ટેક એમ, એશિયન પેઇન્ટ્સ અને એચસીએલ ટેકમાં પણ તેજી જોવા મળી રહી છે. BSE મિડકેપ અને સ્મોલકેપમાં પણ 1 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.આ પહેલા પ્રી-ઓપનિંગ સેશનમાં જ માર્કેટે તેજીના સંકેત આપ્યા હતા. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 353.09 પોઈન્ટ વધીને 59,630 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 33.70 પોઈન્ટ વધીને 17,637 પર ટ્રેડ કરી રહ્યો હતો.
HDFC Bank Limited
Open | 1,580.00 |
High | 1,661.70 |
Low | 1,562.55 |
Mkt cap | 9.21LCr |
52-wk high | 1,725.00 |
52-wk low | 1,292.00 |
Housing Development Finance Corp Ltd – HDFC
Open | 2,570.50 |
High | 2,805.00 |
Low | 2,570.50 |
Mkt cap | 5.08LCr |
52-wk high | 3,021.10 |
52-wk low | 2,046.00 |
આ સપ્તાહની ખાસ ઘટનાઓ
- ઘણા દેશોના આર્થિક ડેટા આવશે
- ફેડની મીટિંગની મિનિટ્સ રિલીઝ થવાની છે
FII-DII અપડેટ
1 એપ્રિલના ટ્રેડિંગ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાં રૂ. 1909.78નું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 183.79 ઉપાડ્યા હતા.
છેલ્લા સત્રનો કારોબાર
શુક્રવારે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 708.18 (1.21%) વધીને 59,276.69 પર બંધ થયો જ્યારે નિફ્ટી 205.70 (1.18%) વધીને બંધ થયો. 17,670.45 પર બંધ રહ્યો હતો. સૌથી વધુ ખરીદારી રિયલ્ટી, પાવર અને બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. ફાર્મા અને આઈટી ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યા હતા.